Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં પોલિંગ ઓફિસરોને તાલીમ અપાઈ.

Share

આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં રોજ મતદાન થનાર છે ત્યારે માંગરોળનું ચૂંટણી વિભાગ તરફથી મતદાન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનાં ભાગરૂપે આજે તારીખ 22 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ ખાતે આવેલી એસ.પી. મદ્રેસા હાઇસ્કૂલનાં ટાઉનહોલ ખાતે ફિમેલ પોલિંગ ઓફિસર સ્ટાફ સાથે 502 ચૂંટણી કર્મચારીઓને ત્રણ સેશનમાં ચૂંટણી અધિકારી ડી.કે.વસાવા, દિનેશભાઇ પટેલ, નાયબ ચૂંટણી અધિકારી ગિરિષભાઈ પરમારની ઉપસ્થિતમાં તાલીમ આપવામાં આવી હતી. જેમાં માંગરોળ તાલુકાનાં શિક્ષક અશ્વિન સિંહ વાંસીયાએ ઈ.વી.એમ. મશીન સહિતની વિગત વાર સમજૂતી આપી હતી. તેમજ ઈ.વી.એમ મશીન સીલિંગ પ્રક્રિયા, મતદાન પ્રક્રિયા પ્રેકટીકલ કરી બતાવેલ હતુ સાથે મામલતદાર ડી.કે વસાવા સાહેબે કોરોનાની ગાઈડલાઈનને અનુસરવા જરૂરી સૂચન કરેલ હતા.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાના નવ તાલુકાના નવ ગામો તથા ત્રણ નગરપાલિકાઓ ખાતે સેવાસેતુના કાર્યક્રમો યોજાશે.

ProudOfGujarat

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં ૪૦ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયા

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના ઘુટિયાઆંબા ગામની સગર્ભા મહિલાનું 9 માસનું બાળક ગુમ થયુ હોવાનો આક્ષેપ કરતા પરિવાર અને ગ્રામજનો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!