Proud of Gujarat
FeaturedGujaratINDIA

વકીલપરા અને અણોઈ ગામે એન.આર.આઈ પરિવારે જરૂરીયાત મંદ ગરીબોને અનાજ કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.

Share

વકીલપરા અને અણોઈ ગામે એન.આર.આઈ પરિવારે જરૂરીયાત મંદ ગરીબોને અનાજ કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું. કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉન ના કારણે ગરીબો રોજગારી થી વંચિત થયા હતા. વકીલપરા ગામ ના એન.આર.આઈ દિનેશભાઇ સોમાભાઈ પટેલે માનવતા મહેકાવી ગરીબ પરિવારોને દસ કિલો ઘઉં નો લોટ, અઢી કિલો ચોખા, પાંચસો ગ્રામ તુવર દાળ, એક કિલો તેલ સહીત ઉપરોક્ત સમાન ની એક કીટ બનાવી ગરીબ પરિવારો ને આપવામાં આવી હતી. સેવાભાવી દાનવીર દિનેશભાઇ પટેલ દ્વારા અગાઉ વકીલપરા ની પ્રાથમિક શાળા માં દાન કરવા માં આવ્યું હતું તેમજ થોડા દિવસ પહેલા ત્રણ જેટલાં આરોગ્ય સારવાર કેમ્પ નું આયોજન કરાયું હતું. કોરોના કારણે રોજગારી બંધ થતા ગરીબ પરિવાર ની વ્હારે આવ્યા હતા. અણોઈ અને વકીલપરા ગામે તેઓ દ્વારા તૈયાર કરાયેલી અનાજ કીટ નું વિતરણ માંગરોળ પો.સ.ઈ પરેશ નાયી અને કિન્નર ભાઈ ના હસ્તે કરાયું હતું.

વિનોદ મૈસુરિયા :- વાંકલ

Advertisement

Share

Related posts

ધાર્મિક શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસની લાલચ આપી ભરૂચની યુવતી પર દુષ્કર્મનો આક્ષેપ, મુંબઈના મદ્રેસા ટ્રસ્ટીની ધરપકડ : શિક્ષણનો સમગ્ર ખર્ચ ઉઠાવવાની ખાતરી આપી પરિવારનો વિશ્વાસ જીત્યો; દુષ્કર્મ, બળજબરીથી ગર્ભપાત, બ્લેકમેલ અને જાનથી મારી નાખવાની ધમકીના ગંભીર આક્ષેપો

ProudOfGujarat

ગોધરાના તીરઘરવાસ ખાતે ચેન્નાઈ થી આવેલ પ્રવાસીઓને ૧૪ દિવસો માટે હોમ ક્વોરેન્ટાઈન માં રાખવામાં આવ્યા હોવાની જાહેર નોટીસ ઘર બહાર લગાડવામાં આવી.

ProudOfGujarat

સુરત : બારડોલી કિસાન સંમેલનમાં વિપક્ષ પર કરાયા આકરા પ્રહાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!