Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના કનવાડા ગામે રહેતી પર પ્રાંતીય યુવતી ગુમ થઈ.

Share

માંગરોળ તાલુકાના કનવાડા ગામે રહેતી પર પ્રાંતિય યુવતી ગુમ થતાં યુવતીની માતાએ માંગરોળ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. કનવાડા ગામના મંદિર ફળિયામાં રહેતી આરતીબેન બિહારીલાલ ખટીંક ઉંમર 18 વર્ષ 6 માસ મૂળ રહેવાસી ગામ બાગોલ, તાલુકો નાથદ્વાર જિલ્લો રાજસમદ, રાજસ્થાનની વતની છે. આ યુવતી કનવાડા ગામેથી તારીખ 25/8/21 ના રોજ ઘરના સભ્યોને કોઈપણ જાતની જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. યુવતીના પરિવારજનોએ યુવતીની શોધખોળ આદરી હતી પરંતુ તેનો ક્યાંય પતો ન લાગતા આખરે યુવતીની માતા ઇન્દિરાબેન બિહારીલાલ ખટીક દ્વારા માંગરોળ પોલીસ મથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

વલસાડ હાઇવે ઉપર હરિયાણા જતા કન્ટેનરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કમાં વિદેશી પ્રાણીઓ લાવવાનો પ્રયોગ નિષ્ફળ : ઝીબ્રાનું મોત, ગર્ભવતી સિંહણની તબિયત લથડી.

ProudOfGujarat

કાલોલ પંથકમાં બેફામ રેતખનનથી સ્થાનિકો પરેશાન.તંત્ર કાર્યવાહી કરવા નિષ્ફળ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!