Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં ચોર લૂંટારાનો આંતક યથાવત..

Share

માંગરોળ તાલુકાના આંબાવાડી ખરેડા માર્ગ પર ધોળેદિવસે લૂંટારુઓએ યોજનાબદ્ધ રીતે દૂધ મંડળીના મંત્રીને મોટી લૂંટ કરવાના ઇરાદે રસ્તા વચ્ચે આંતરી રોકડ રકમની લૂંટ કરવાનો પ્રયાસ કરી માર માર્યો હતો પરંતુ સદનસીબે રોકડ રકમનો બચાવ થયો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી માંગરોળ તાલુકામાં ચોરી લૂંટ ચીલ ઝડપના બનાવો એ માઝા મૂકી છે. ચોર-લૂંટારા બેફામ બન્યા છે જેની સામે પોલીસ એકદમ નમાલી પુરવાર થઈ હોય તેવો અહેસાસ પ્રજાને થઈ રહ્યો છે.નાની-મોટી અનેક ચોરીની ઘટનાઓ બની રહી છે જેમાં આજે વધુ એક ઘટનાનો વધારો થયો છે.

Advertisement

આંબાવાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને ખરેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા આંબાવાડી ગામના રફિકભાઈ બેલીમ વહેલી સવારે પોતાના આંબાવાડી ગામથી ખરેડા ગામના દૂધ ભરતા પશુપાલક સભાસદોને દૂધની રકમ ચૂકવવા માટે જવાના હતા. જેથી રફિકભાઈ પોતાની બાઇક ઉપર ખરેડા ગામે જવા નીકળ્યા હતા. સભાસદોને ચૂકવવાની રકમ રૂપયા ૭ લાખ પોતાના પુત્રને કારમાં લઈને આવવા કહ્યું હતું. અને બંને અલગ-અલગ રસ્તે ખેરડા ગામે જવા નીકળ્યા હતા. રફિકભાઈ ટુ વ્હીલ બાઇક પર આંબાવાડી ગામેથી નીકળતા દૂધ મંડળી નજીક રેકી કરી રહેલા અજાણ્યા બે બાઇક ચાલકો એ તેમનો પીછો કરી ઓવરટેક કરી આગળ નીકળી ગયા હતા અને આગળ રસ્તા વચ્ચે ઉભેલા લૂંટારૂઓને પાછળ મંત્રી આવી રહ્યાનો સંકેત આપી દીધો હતો. આંબાવાડી ખરેડા ગામ વચ્ચે આવેલ ટર્નિંગમાં અજાણ્યા ત્રણ ઈસમોએ રફિકભાઈને અટકાવી મરચાની ભૂકી આંખમાં નાંખી દીધી હતી. પરંતુ ચશ્મા પહેરેલા હોવાથી બચાવ થયો હતો. ત્યારબાદ લૂંટારુઓએ બાઇકની ડીંકી ચેક કરી હતી.પરંતુ રોકડ નહીં મળતા ગુસ્સે થઈ માર માર્યો હતો અને મોબાઈલ ઝૂંટવી લઈ બાઇકની ચાવી ખેતરમાં ફેંકી દીધી હતી. લૂંટારૂઓના હુમલાથી તેઓ ખૂબ જ ભયભીત ગભરાટ અનુભવી બચાવો-બચાવોની બૂમો પાડતા ખરેડા ગામ તરફ ભાગવા લાગ્યા હતા. તેમને એવો ડર હતો કે તેમનો પુત્ર ફોરવીલ કારમાં સભાસદોને દૂધની ચૂકવવાની રોકડ રકમ લઈને પાછળ આવી રહ્યો છે તેને ચોક્કસ આ લૂંટારૂઓ નિશાન બનાવશે તેવી દહેશત હતી. પરંતુ સદૃનસીબે તેમનો પુત્ર તેમના કરતાં પહેલા ખરેડા ગામની દુધ મંડળીએ પહોંચી ગયો હતો. પુત્ર એ રોકડ સલામત હોવાનું જણાવતા હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ લુટારુઓનો ક્યાંય પત્તો ન લાગ્યો હતો. હુમલાનો ભોગ બનેલા રફિકભાઈ બેલીમ પોલીસ મથક ખાતે પહોંચી ગયા હતા અને પોતાની આપવીતી જણાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાનાં મેવાસનાં સેવાભાવી મુસ્લિમો દ્વારા 100 જેટલી અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

કાલોલ તાલુકાના રતનપુરા ( બાકરોલ ) ગામ ખાતે થી બોગસ તબીબ ઝડપાયો ….

ProudOfGujarat

એ.પી.જે અબ્દુલ કલામ પુણ્યતિથિ: ક્લામના જીવનના સફરની એક મુલાકાત : પૂર્ણ કર્યું બાળપણનું સ્વપ્ન …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!