Proud of Gujarat
GujaratFeaturedINDIA

બાજીપુરામાં સહકારથી સમૃદ્ધિ મિશન અંતર્ગત યોજાનાર સંમેલનને સફળ બનાવવા વાંકલમાં ખેડૂત પશુપાલકોનું યોજાયું સંમેલન.

Share

બાજીપુરા ખાતે તારીખ ૧૩ મી ના રોજ ભારતના સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાનાર સહકારથી સમૃદ્ધિ મિશન અંતર્ગત યોજાનાર ખેડૂત પશુપાલક સંમેલનને સફળ બનાવવા માટે વાંકલ ખાતે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ખેડૂત પશુપાલકોનુ સંમેલન યોજાયું હતું.

કેન્દ્ર સરકારમાં પ્રથમવાર સહકાર વિભાગ શરૂ કરાયો છે અને સહકાર વિભાગના મંત્રી તરીકે અમિતભાઈ શાહ હવાલો સંભાળે છે ત્યારે પશુપાલકો આત્મનિર્ભર બને અને કૃષિ વિકાસ માટે સહકારથી સમૃદ્ધિ મિશન શરૂ કરાયું છે જેના ભાગરૂપે તારીખ ૧૩ મીના રોજ ભારતના ગૃહમંત્રી અને સહકાર વિભાગનો હવાલો સંભાળતા અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાનાર છે. ઉપરોક્ત સંમેલનને સફળ બનાવવા માટે રાજકીય અને સહકારી આગેવાનોએ કમર કસી છે તૈયારીના ભાગરૂપે વાંકલ ખાતે યોજાયેલા ખેડૂત પશુપાલક સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક, મહામંત્રી દીપકભાઈ વસાવા, હર્ષદભાઈ ચૌધરી, રીતેશભાઈ વસાવા, તાલુકા પ્રમુખ ચંદન ગામીત, ઉપ પ્રમુખ ભરત પટેલ, રાકેશ સોલંકી, અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મુકુંદભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્ય સરકારની કૃષિલક્ષી અને પશુપાલનલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન તેઓ દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ ઇ શ્રમ કાર્ડનું વિતરણ કરાયું હતું. બાજીપુરા ખાતે યોજાનારા સંમેલનમાં માંગરોળ તાલુકામાંથી 10,000 જેટલા ખેડૂત પશુપાલકો અને ઉમરપાડા તાલુકામાંથી 8500 પશુપાલકો ખેડૂતોને લઈ જવા માટેનું આયોજન આ સંમેલનમાં કરવામાં આવ્યું હતું. બંને તાલુકાની તમામ દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રી કમિટી સભ્યો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગુજરાત હાઇકોર્ટની કામગીરીનું આજથી યુ-ટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ.

ProudOfGujarat

જંબુસર જી.ઈ.બી. નાં લાઈનમેનનું વયનિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર- પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાણીની કેનાલમાં મળી અજાણ્યા વ્યક્તિની લાશ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!