Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાના આંબાવાડી નજીક આવેલા ઘરો પાસે દીપડો દેખાતાં ભયનો માહોલ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર વાંકલ આંબાવાડી માર્ગની બાજુમાં રહેતા મહેશ મગન ચૌધરી પરિવારો સાથે રહે છે. તેમની આજુબાજુ છ જેટલાં ઘરો આવેલા છે. જેમાં 30 થી 35 જેટલાં વ્યક્તિઓ વસવાટ કરીને રહે છે. ખેતીકામ સાથે પશુપાલન પણ કરે છે. ત્રણ ચાર દિવસથી દીપડો ચાર પાંચ મરઘાંનો શિકાર કરી ગયો છે. જે તેમના ઘર નજીક આંબાના ઝાડ પાસે દરરોજ રાત્રે 8 થી 8.30 વાગ્યાંના સમયે ઘર નજીક દેરો જમાવી બેસી જાય છે. તેથી ત્યાં રહેતા લોકોમાં ભય ઉભો થયો છે. જેથી વન વિભાગ વહેલી તકે પાંજરું ગોઠવે તેવી માંગ કરી રહ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ખેડૂત મંડળી સંચાલિત સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજકીટ લેવા આવતા ગ્રાહકોને અનેક સુવિધા આપવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડીનાં બજારો તા.૧૫ થી તા.૧૮ સુધી સદંતર બંધ રાખવામાં આવશે.

ProudOfGujarat

લીંબડી મોટાવાસ વિસ્તારના રહેણાંકના મકાન વીજળી પડતાં ઘરવખરીને નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!