Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના વાંકલમાં સુમુલ ડેરીના ભ્રષ્ટ વહીવટના વિરોધમાં દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓની બેઠક યોજાઈ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સુરત સુમુલ ડેરીના ભ્રષ્ટ વહીવટના વિરોધમાં તાલુકાની વિવિધ દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓની યોજાયેલી બેઠકમાં સંસ્થાના પ્રમુખો એ દૂધ મંડળીઓ અને સભાસદ પશુપાલકોને થઈ રહેલા અન્યાયના વિરોધમાં સુમુલ ડેરીના વર્તમાન શાસકો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ મૂકી આંકરા પ્રહારો કર્યા હતા.

સુરત તાપી જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની દૂધ મંડળીના ગરીબ આદિવાસી પશુપાલકોને છેલ્લા કેટલાક સમયથી શાસકો દ્વારા હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં 10 જેટલા મુદ્દાઓ સાથે વાંકલ ગામે તાલુકાની વિવિધ દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. જેમાં આગેવાનો નોસીરભાઈ પારડીવાલા, યુસુફ જીભાઈ, ગુરજીભાઈ ચૌધરી, ચંદુભાઈ વસાવા ચંપકભાઈ ચૌધરી, આસિફ બેમાત, વગેરે હાજર રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી સુમુલનો વહીવટ કોણ ચલાવી રહ્યું છે કોના દ્વારા ચાલી રહ્યો છે તે સમજી શકાતું નથી. પશુ પાલકોનુ હિત તેમના હૈયે નથી ગરીબ અને આદિવાસી પશુપાલકોના હિતને નૈવે મૂકીને પોતાનો સ્વાર્થ માટે બની બેઠેલા સેવક મસીહાઓ છેતરી ભ્રષ્ટાચાર કરીને પશુપાલકોને લૂંટી રહ્યા છે.

Advertisement

માનસિંગભાઈ પટેલે સુમુલના પ્રમુખ તરીકે વહીવટ સંભાળ્યા બાદ દૂધના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે જેમાં દર વખતે કિલો ફેટ રૂપિયા 10 નો ભાવ વધારો કરેલ જે ઉત્પાદકોને આપવો જોઈતો હતો તે નહીં આપી ફક્ત રૂપિયા ત્રણ અને ચારનો વધારો આપેલ છે અને રૂપિયા છ થી સાત વહીવટમાં કાપી લેવામાં આવ્યા છે. બીજી બાજુ પશુ આહારમાં કિલો ડીઠ રૂપિયા ચારથી પાંચનો વધારો કરવામાં આવેલ છે જે વ્યાજબી નથી હકીકતમાં જોવામાં આવે તો સુમુલ સુરત અને અન્ય શહેરોમાં લાખો લીટર દૂધનું દરરોજ રોકડેથી વેચાણ કરે છે જ્યારે બીજી બાજુ ઉત્પાદકો પાસેથી ઉધાર ખરીદે છે માસ આખરે ઉત્પાદકોને રૂપિયા ચૂકવે છે છતાં પણ વધારો કરવામાં આવેલ રકમ જેટલી રકમ ચૂકવવામાં આવતી નથી. આ રકમ ક્યાં જાય છે તેઓ એક સવાલ છે અને એડવાન્સ મેળવતી મંડળીઓ પાસેથી વ્યાજ વસૂલ કરવામાં આવે છે. સુરત અને તાપી જિલ્લામાં ગાયના દૂધના ફેટના ભાવ 740 છે જ્યારે મહારાષ્ટ્રમાં ₹760 છે જે કોના ઇશારે નક્કી કરવામાં આવ્યું. આ તફાવત કયા આધારે રાખવામાં આવ્યો સુરત તાપી જિલ્લામાં કુલિંગ ચાર્જ 50 પૈસા વર્ષોથી છે જ્યારે મહારાષ્ટ્રમાં ₹ 1.50 પૈસા કુલિંગ ચાર્જ ચૂકવવામાં આવે છે. સુમુલ ડેરીમાં એસ એસ સી ભણેલાને ડેપ્યુટી મેનેજર જેવા ઉચ્ચ મુદ્દા પર નિમણૂક આપવામાં આવી છે અને તેનો પગાર રૂપિયા બે લાખ જેટલો થાય છે. સુમુલના કાર્યક્ષેત્રના ઉત્પાદકોના લાયકાત ધરાવતા યુવાનોને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં માત્ર સાતથી આઠ હજાર પગાર આપી શોષણ કરવામાં આવી રહ્યું છે આવા અનેક મુદ્દાઓ સાથે સુરત અને તાપી જિલ્લાના દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓ સભાસદો ન્યાયની માંગ સાથે સુમુલ ડેરી ખાતે તારીખ ત્રીજીના રોજ મોરચો માંડશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

માંગરોળ : આમખૂટા અને રટોટી ગામે પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન શિબિર યોજાઈ

ProudOfGujarat

આંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસની ઉજવણી સમારોહ યોજાશે

ProudOfGujarat

અંદાડા ગામના મુખ્ય માર્ગ પર ભરબપોરે દિલધડક લૂટ નો બનાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!