Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું માંગરોલ વિધાનસભામાં ઝંખવાવ ખાતે આદિવાસી પરંપરાગત રૂઢિ મુજબ ભવ્ય સ્વાગત કરાયું.

Share

ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવયાત્રા ઉનાઈ માતાના પવિત્ર ગામથી શરૂ કરી અંબાજી માતાના મંદિર સુધીની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અધ્યક્ષસ્થાનેથી શરૂ કરવામાં આવેલ જે ગૌરવ યાત્રા માંગરોળ વિધાનસભાના મતવિસ્તારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રેણુકા સારુંતા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભામોર, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, આદિજાતિ મોરચાના પ્રમુખ હર્ષદભાઈ વસાવા, જિલ્લા પ્રભારી ભરત રાઠોડ, સુરત જિલ્લા સંગઠનના પ્રમુખ સંદીપ દેસાઈ, સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી ઝંખવાવ ખાતે આગમન થતાં જંગી જનમેદની વચ્ચે ભગવાન બીરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું આદિવાસીના પરંપરાગત વાજીંત્રો, આદિવાસી સાંસ્કૃતિક મંડળ સાથે અને ગૌરવ યાત્રામાં જોડાયા હતા.

મહાનુભાવોનું માંગરોળ વિધાનસભામાં વિસ્તારની મહિલા મોરચાની બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ પ્રવચન કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભારતીય જનતા પાર્ટીની રાજ્યની ડબલ એન્જિન ભાજપ સરકારમાં ગુજરાતની વનબંધુ કલ્યાણ જેવી વિરાટ યોજના અમલીકરણ થકી અંબાજીથી ઉમરગામ સુધીના આ દિવસના 14 જિલ્લામાં સમાવિષ્ટ 27 વિધાનસભામાં વિસ્તારના રોડ રસ્તા પાણી શિક્ષણ વીજળી આરોગ્ય સિંચાઈ જેવા ક્ષેત્રમાં સર્વાંગી વિકાસના કામો થયા છે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ટ્રાઇબલના રેણુકા સારૂતા, સાંસદ ભામોર, અનુરૂપ સરકારની કલ્યાણ યોજનાની માહિતી આપી હતી. આ ભગવાન મીરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા માંગરોળ વિધાનસભામાં સમાવિષ્ટ ઉમરપાડા તાલુકાના 37, નિવૃત્ત અધિકારીઓ, કર્મચારીઓ, માંગરોળ તાલુકાના 29 કર્મચારીઓ તેમજ નાનીપારડી ગામના ડેપ્યુટી સરપંચના નેતૃત્વમાં 20 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીનો ભાગો ધારણો કર્યો હતો. આ તમામને ખેસ અને ટોપી પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકાર આપ્યો હતો. આ કાર્યકમમાં સુરત જિલ્લા સંગઠનના પ્રમુખ સંદીપ દેસાઈ, માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીત, દીપક વસાવા, રાકેશ સોલંકી, અફલઝલખાન પઠાણ, મુકુંદ પટેલ,તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

મોરવા હડફ : બાઈક રેલીમાં કોરોના ગાઇડલાઈનનું ઉલ્લંઘન…

ProudOfGujarat

બજાજ ફિનસર્વ એએમસીએ બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કર્યું

ProudOfGujarat

લીંબડીમાં તસ્કરોએ ભેંસને માર મારતા મૃત્યુ થતાં પશુ પાલકો એ સેવાસદન ખાતે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!