Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેક્સિકોમાં બસ પલટી જતાં 3 બાળકો સહિત 18 લોકોનાં મોત, 29 ઘાયલ

Share

મેક્સિકોના ઓક્સાકામાં એક ભયાનક માર્ગ અકસ્માત થતા 3 બાળકો સહિત 18 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે જ્યારે 29 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોમાં મોટા ભાગના પ્રવાસીઓ છે.

મેક્સિકોમાં વેનેઝુએલા અને હૈતીથી સ્થળાંતર કરનારાઓને લઈ જતી બસ પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત કુલ 18 લોકોના મોત થયા છે. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર આ અકસ્માત ઓક્સાકા અને પાડોશી રાજ્ય પુએબ્લાને જોડતા હાઈવે પર વહેલી સવારે થયો હતો. સ્થાનિક અધિકારીઓના નિવેદન મુજબ બસ દુર્ઘટનામાં કુલ 29 લોકો ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેક્સિકોની નેશનલ ઈમિગ્રેશન એજન્સીએ જણાવ્યું કે બસમાં 55 વિદેશી નાગરિકો સવાર હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- હિન્દુઓની આસ્થા થી જોડાયેલું રામકુંડ સુકાઈને કોરુકટ બન્યું.

ProudOfGujarat

ભરૂચનાં સાબુગઢ પાસેથી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા બંધ ૧૩૮.૬૮ મીટરની સંપૂર્ણ સપાટીએ : ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાનને જન્મ દિવસની ભેટ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!