Proud of Gujarat
FeaturedGujaratINDIA

હળવદ તાલુકાનો બ્રાહ્મણી-૨ ડેમ છલોછલ ભરાતા એક દરવાજો ખોલાયો, ૯ ગામને એલર્ટ કરાયા

Share

હળવદ પંથકમાં થોડા દિવસ પહેલા મુશળધાર વરસાદના પગલે હળવદ તાલુકાના બ્રાહ્મણી ૨ ડેમની જળ સપાટી વધી હતી અને એક દરવાજો એક ઈંચ ખોલાયો હતો અને નિચાણવાળા ૯ ગામોને એલર્ટ કરાયા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બ્રાહ્મણી ૨ ડેમ (શક્તિસાગર) ૧૦૦% ભરાય ગયો છે. જેને પગલે ડેમનો એક દરવાજો એક ઈંચ ખોલવામાં આવ્યો હતો. તેમજ ડેમમાં હજુ પણ નર્મદાના પાણીની આવક ચાલુ છે. ડેમમા નર્મદા નહેરની આવક ૧૨૦ ક્યુસેક અને જાવક ૫૦ ક્યુસેક છે. જેને પગલે ડેમના નીચાણવાળા ગામનો સાવચેત કરવામાં આવ્યા છે. જેમાં હળવદ તાલુકાના સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મીયાળીં, ચાડધા, ટીકર અને માનગઢ સહિતના ૯ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને માલ મિલકત ‌માલઢોરને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના અપાઈ છે. તેમજ બ્રાહ્મણી નદીના તટ પર ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ઠેરઠેર શ્રદ્ધાંજલિ સભા અને કેન્ડલ માર્ચનું આયોજન કરાયું…

ProudOfGujarat

સુરત : રૂ. 2 હજારની લેતીદેતીમાં યુવકને માર મારનાર શખ્સોની કરાય ધરપકડ.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક ને.હા.48 સ્થિત અંસાર માર્કેટ પાસે બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!