Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ટેલિગ્રામ મેસેન્જર પર પોતાની પ્રથમ પ્રકારની વીમા સર્વિસ શરૂ કરી.

Share

સંદેશાવ્યવહાર એ વાતચીતની નવી રીત છે. વોટ્સએપ જેવા પ્લેટફોર્મ દ્વારા શરૂ કરાયેલા ત્વરિત મેસેજિંગ ટ્રેન્ડ વચ્ચે, ગ્રાહકો વિવિધ પ્લેટફોર્મ પર જોડાયા છે. તાજેતરના ભૂતકાળમાં આકર્ષણ મેળવનારું એક એવું પ્લેટફોર્મ છે ટેલિગ્રામ. તાજેતરના મહિનાઓમાં, પ્લેટફોર્મે લાખો ગ્રાહકો મેળવ્યા છે જેમાં દર ચારમાંથી એક ભારતીય છે. આ વલણની નોંધ લેતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેના એઆઈ સંચાલિત ચેટબોટ @ICICI_Lombard_Bot દ્વારા ટેલિગ્રામ પર સેલ્ફ-સર્વિસ સુવિધાઓ રજૂ કરનાર પ્રથમ સામાન્ય વીમા કંપની બની છે. ટેલિગ્રામ ચેટબોટ ગ્રાહકોને અનુકૂળ સુવિધાઓ આપે છે દા.ત. મોટર ક્લેમ રજીસ્ટર કરવો, ક્લેમ સ્ટેટસ ટ્રેકિંગ કરવું, વીમા પોલિસી રિન્યૂ કરવી, પોલિસી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવું, પોલિસીની વિગતોમાં ફેરફાર કરવો વગેરે.

અન્ય મોરચે, વીમા કંપનીએ વોટ્સએપ પ્લેટફોર્મ પર તેની વર્તમાન સુવિધાઓમાં ઘણી સર્વિસીસ ઉમેરી છે. નવી સેવાઓ સાથે, ગ્રાહકો તેના દાવાના સ્ટેટસ સંબંધિત પ્રશ્નોનો તુરંત ઉકેલ, કોઈપણ દાવાઓ માટેના દસ્તાવેજો અપલોડ કરવા, દાવો માંડવા વગેરે માટે સક્ષમ બનશે. આ સર્વિસીસ દાખલ કરતી વખતે વીમા કંપનીએ ગ્રાહકોને સરળતા રહે અને સરળ વાતચીત થઈ શકે તેની ખાતરી રાખી છે. દાખલા તરીકે, મોટર ક્લેમ રજીસ્ટર કરવા માટે, વપરાશકર્તાએ ફક્ત વાહનનો રજિસ્ટ્રેશન નંબર, તારીખ અને ઘટનાનો સમય અને ઘટના સ્થળ દાખલ કરવાના રહેશે. કોઈપણ ગ્રાહક 7738282666 પર વોટ્સએપ કરીને વાતચીત શરૂ કરી આ સર્વિસ મેળવી શકશે. આ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર વપરાશકાર ફ્રેન્ડલી સર્વિસીસ ઉપયોગકર્તાઓને સંપર્ક વિહોણી રીતે અને તેમની આંગળીના ટેરવે આવશ્યક વીમા જરૂરિયાતો માટે પ્રવેશ આપશે.

Advertisement

આ પ્રસંગે ટિપ્પણી કરતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “છેલ્લા થોડા વર્ષમાં ગ્રાહક સંચાર અને સર્વિસિંગમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. તુરંત ઉકેલ અને કોન્ટેક્ટલેસ સપોર્ટ એ નવી પેઢીના ગ્રાહકોની માંગ છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં, અમે ગ્રાહકોની વધતી જરૂરિયાતોને સમજવા અને તે મુજબ નવીન ઉકેલો રજૂ કરવાની દ્રષ્ટિએ આગળ વધવાનો સતત પ્રયાસ કરીએ છીએ. ટેલિગ્રામ પર રજૂ કરાયેલ અમારું એઆઈ સક્ષમ ચેટબોટ અને વોટ્સએપ પર નવી સેવાઓનો ઉમેરો આ દિશામાંનું એક પગલું છે. અમારું માનવું છે કે આ પગલાંઓ અમારા ગ્રાહકોને વધુ સશક્ત બનાવશે અને વીમા યાત્રાનો શ્રેષ્ઠ કક્ષાનો અનુભવ મળવાની ખાતરી આપશે. મેસેજિંગ પ્લેટફોર્મ પર આપવામાં આવતી વિવિધ સર્વિસીસમાં ક્લેમ સ્ટેટસ ટ્રેકિંગ, એક્ટિવ પોલિસી ડાઉનલોડ કરવી, વર્તમાન વીમા કવચ રિન્યૂ કરવા, પોલિસીમાંની વ્યક્તિગત માહિતીમાં ફેરફાર કરવો વગેરેનો સમાવેશ થાય છે.

એક ટેકનોલોજી કેન્દ્રિત વીમા કંપની તરીકે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વિકસતા ગ્રાહક વર્ગને પહોંચી વળવા માટે નવી પેઢીના સાધનોના સંયોજનનું નેતૃત્વ કરી રહી છે. તે કોન્ટેક્ટલેસ, રાઉન્ડ- ધ – ક્લોક સપોર્ટ આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ મારફતે તેની ILTakeCare એપ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે.

સુચિત્રા આયરે : મુંબઈ


Share

Related posts

રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંધુઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં આગામી તા. 6 ના રોજ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ગ્રામીણ વિસ્તારના આવાસ યોજનાના લાભાર્થીઓને વર્ક ઓર્ડરનું વિતરણ કરાશે.

ProudOfGujarat

ભરૂચ : આમોદના સરભાણ ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!