Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોનુ સૂદ અને તેમના સહયોગીઓએ 20 કરોડ રૂપિયાની કરી ટેક્સ ચોરી

Share

બોલીવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. સોનુ સૂદના ઘરે છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગનું સર્વે ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે પણ આઈટી ટીમનો સર્વે ચાલી રહ્યો છે. IT અધિકારીઓએ સોનુ સૂદ વિશે મોટો ખુલાસો કર્યો છે. સોનુ સૂદ સાથે જોડાયેલી જગ્યાઓ પર સર્ચ કર્યા બાદ IT વિભાગે 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી, 2.1 કરોડનું ગેરકાયદેસર વિદેશી દાન, 65 કરોડ રૂપિયાની બનાવટી વ્યવહાર, જયપુર સ્થિત ઇન્ફ્રા ફર્મ સાથે 175 કરોડ રૂપિયાના સર્કૂલર વ્યવહારનો દાવો કર્યો છે. અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી રહી છે.બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ અને તેની સાથે જોડાયેલા સહયોગી પર બે દિવસ સતત દરોડા પડ્યા હતા.કાર્યવાહી બાદ આવકવેરા વિભાગે શનિવારે જણાવ્યું હતું કે સોનુ સૂદ સામે 20 કરોડ રૂપિયાથી વધુની કરચોરીનો મામલો સામે આવ્યો છે. વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA) ના ઉલ્લંઘન સહિત સોનુ સૂદ અને તેના સહયોગીઓ દ્વારા અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાની કરચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આવકવેરા વિભાગે શુક્રવારે કથિત કરચોરીના કેસમાં મુંબઈ, નાગપુર અને જયપુરમાં અભિનેતા સોનુ સૂદના રહેઠાણ અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા.

શનિવારે આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે સોનુ સૂદે 20 કરોડની ટેક્સની ચોરી કરી છે. તેના ચેરિટી ફાઉન્ડેશન, એક એનજીઓ જેને સોનુ સૂદ ચલાવે છે, તેમાં 2.1 કરોડનું વિદેશી દાન ગેરકાયદેસર રીતે મળ્યું છે. IT વિભાગે મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રામ સહિત 28 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.સીબીડીટીએ કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં 20 એન્ટ્રીઓનો ઉપયોગ થયો છે જે શંકાસ્પદ છે. એવા અનેક ઉદાહરણ જોવા મળ્યા છે કે જ્યાં કરચોરીના હેતુથી ખાતામાં વ્યાવસાયિક રસીદો છુપાવી દેવામાં આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ બોગસ લોનનો ઉપયોગ રોકાણ કરવા અને સંપત્તિ મેળવવા માટે કરવામાં આવ્યો છે.આઇટી અધિકારીઓનો આરોપ છે કે સોનુ સૂદે અનેક નકલી સંસ્થાઓ પાસેથી નકલી અને અસુરક્ષિત લોનના રૂપમાં બિનહિસાબી નાણાં જમા કર્યા હતા.આઇટી વિભાગનું કહેવું છે કે સોનુ ચેરિટી ફાઉન્ડેશન નામનું એનજીઓ છે તેની એક્ટર દ્વારા જુલાઇ 2020 માં સ્થાપવામાં આવી હતી. IT વિભાગ અનુસાર, NGO ને 1 એપ્રિલ, 2021 થી અત્યાર સુધી 18.94 કરોડનું દાન મળ્યું છે.

Advertisement

IT વિભાગને એક્ટર સોનુ સૂદ ચેરિટી ફાઉન્ડેશનમાં વિદેશી નાણાંની લેવડદેવડમાં કાયદાનું ઉલ્લંઘન મળ્યું છે. CBDT એ કહ્યું કે ફાઉન્ડેશને 1 એપ્રિલ, 2021 થી અત્યાર સુધીમાં 18.94 કરોડ રૂપિયાનું દાન એકત્ર કર્યું છે, જેમાંથી તેઓએ વિવિધ રાહત કાર્યો માટે લગભગ 1.9 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જ્યારે બાકીના 17 કરોડ રૂપિયા બેંકના ખાતામાં જમા છે. સીબીડીટીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે એવું જોવા મળ્યું છે કે ચેરિટી ફાઉન્ડેશને ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ (ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ) પર એફસીઆરએના નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશી દાતાઓ પાસેથી 2.1 કરોડની રકમ પણ એકત્ર કરી છે.આ દાનમાંથી એનજીઓએ 1.9 કરોડનો ખર્ચ વિવિધ રાહત કાર્યોમાં કર્યો. આ પછી, બાકીના 17 કરોડ હજુ પણ બેંક ખાતામાં છે. તેઓ આજ સુધી ઉપયોગમાં લેવાયા નથી. એવું પણ જાણવા મળ્યું છે કે ચેરિટી ફાઉન્ડેશન દ્વારા ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ પર વિદેશી દાતાઓ પાસેથી 2.1 કરોડની રકમ પણ એકત્ર કરવામાં આવી છે. જે FCRA નિયમોનું ઉલ્લંઘન છે.


Share

Related posts

પાલેજ ખાતે પોષણ માહ ઉજવાયો

ProudOfGujarat

ઉમરપાડાનાં બિલવણ ગામે કોરોના સંક્રમિત પોલીસ કોન્સ્ટેબલનું અવસાન થતાં ગાર્ડ ઓફ ઓનરનાં સન્માન સાથે અંતિમ વિદાય માન અપાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ના કઠોદ્રા ગામ ના યુવાનોએ પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાના કારણે અંકલેશ્વર જીઈબી કચેરી ખાતે ઢસી જઇ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!