Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુંબઈમાં ચાર માળની ઈમારત પડી, એકનું મોત, 12 લોકોને બચાવાયા.

Share

સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. બીએમસીના જણાવ્યા અનુસાર કાટમાળ નીચેથી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને એકનું મોત થયું છે. તે જ સમયે, કાટમાળ નીચે 25 થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલુ છે.

ઘટનાસ્થળે પહોંચેલા BMC એડિશનલ કમિશનર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે બિલ્ડિંગ જર્જરિત છે અને 2013 પહેલા રિપેરિંગ અને પછી તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી.

Advertisement

મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે મુંબઈમાં બિલ્ડિંગ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ 4 ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ ત્યાં લોકો રહે છે. અમારી પ્રાથમિકતા દરેકને બચાવવાની છે.

સવારે અમે આ ઈમારતોને ખાલી કરાવવા અને તોડી પાડવાની કામગીરી જોઈશું જેથી આસપાસના લોકોને તકલીફ ન પડે અને એમ પણ કહ્યું કે જ્યારે પણ BMC નોટિસ આપે ત્યારે ઈમારતો જાતે જ ખાલી કરી દેવી જોઈએ. અન્યથા આવી ઘટનાઓ બને છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે, હવે કાર્યવાહી કરવી જરૂરી છે.


Share

Related posts

સુરત : પીસીઆર વાનમાં ત્રાહિત વ્યક્તિએ ફિલ્મી સોંગ પર ડ્રાઇવિંગ કરી બનાવ્યો વિડીયો, જાણો પછી થયું શું..?

ProudOfGujarat

વડોદરાના કેમિકલ ઉત્પાદક સાથે ઠગાઇ કરનાર બે ઇસમો પકડાયા

ProudOfGujarat

દહેજના અદાણી એન્ટરપ્રાઇઝ લિમિ. થી કોલસો ભરી નીકળેલ ડમ્પરના ડ્રાઇવરોએ લાખોનો કોલસો સગેવગે કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!