Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે મોટર ઈન્સ્યોરન્સમાં ગ્રાહકના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે નવીન ઉકેલો પ્રસ્તુત કર્યા.

Share

• મોટર ફ્લોટર વીમો પરંપરાગત મોટર પૅકેજ પૉલિસીના તમામ કવર પૂરા પાડે છે (જેમ કે વાહનને અકસ્માતથી નુકસાન, થર્ડ પાર્ટીની જવાબદારી અને માલિક-ડ્રાઇવરનું વ્યક્તિગત અકસ્માત કવચ), અને તે પ્રપોઝર દ્વારા એક જ પોલિસીમાં માલિકીના તમામ વાહનોને ઉમેરવાનો લાભ પણ પૂરો પાડે છે.

• ટેલિમેટિક્સ એડ-ઓન્સ: બેઝ મોટર પ્રોડક્ટને ‘એસેટ કમ યુસેજ’ આધારિત પ્રોડક્ટમાં રૂપાંતરિત કરે છે જેમાં બેઝ મોટર વ્હીકલના વીમા માટે વસૂલવામાં આવતું પ્રીમિયમ આંશિક રીતે વપરાશ પર આધારિત હશે. ગ્રાહકો આ એડ-ઓન્સ હેઠળ નીચેની યોજનાઓ પસંદ કરી શકે છે:

Advertisement

o પે-એઝ-યુ-યુઝ (PAYU) પ્લાન: ગ્રાહકોને વપરાશના આધારે અલગ-અલગ “કિલોમીટર પ્લાન્સ”માંથી પસંદ કરવાની સુગમતા પૂરી પાડવામાં આવશે. આથી પૉલિસી માટેનું પ્રીમિયમ માત્ર ગ્રાહક દ્વારા વાહનનો ઉપયોગ અથવા અંદાજિત ઉપયોગની હદ સુધી મર્યાદિત રહેશે.

o પે-હાઉ-યુ-યુઝ (PHYU) પ્લાન: આ પ્લાન હેઠળ, ડ્રાઇવિંગ વર્તનના સ્કોર પ્રમાણે ચાર્જ કરવામાં આવતું પ્રીમિયમ બદલાશે. સારી ડ્રાઇવિંગ વર્તણૂક ધરાવતા ગ્રાહક પોલિસીના બેઝ પ્રીમિયમ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે મોટર ઈન્સ્યોરન્સ અંતર્ગત અનેક બધા અનોખા, નૂતન ઉકેલ પ્રસ્તુત કર્યા છે જેનો ઉદ્દેશ્ય અંતિમ ગ્રાહક-અનુભવને વધુ સમૃદ્ધ બનાવવાનો છે. તેના ગ્રાહકો માટે રજૂ કરાયેલ મોટર ફ્લોટર ઓફર આઈઆરડીએઆઈ દ્વારા કરવામાં આવેલી તાજેતરની જાહેરાતને અનુરૂપ છે. તે એકથી વધુ વાહનો ધરાવનાર વ્યક્તિઓને એક પોલિસી હેઠળ કાર અને ટુ-વ્હીલર સહિત તેમના વાહનોના વીમાની એક જ રિન્યુઅલ તારીખ અને સર્વસમાવેશક કવચ મેળવવામાં સક્ષમ બનાવશે.

પરિણામે, હવે તેમની માલિકીના વાહનો માટે એક જ મોટર વીમા પોલિસી હશે. આ નવી ઓફર ગ્રાહકો માટે સિંગલ પ્રીમિયમ સાથે તેમની તમામ મોટર પોલિસી માટે એક જ પોલિસી અને રિન્યુઅલ તારીખ રાખવાનું અનુકૂળ બનાવે છે. તે જ સમયે, મોટર ફ્લોટર ઓફર માટે પસંદ કરતા ગ્રાહકોને મોટર ફ્લોટર ઓફર હેઠળ વીમો કરાયેલ તેમના બહુવિધ વાહનો માટે ઓછું પ્રીમિયમ પૂરું પાડવામાં આવશે. એકંદરે, તે ગ્રાહકોના તેમની માલિકીના દરેક વાહન માટે બહુવિધ મોટર વીમા પોલિસી જાળવવાના પ્રયત્નોને બચાવશે.

જ્યારે વ્યક્તિ સ્વતંત્ર પોલિસીમાંથી મોટર ફ્લોટર પોલિસીમાં શિફ્ટ થાય છે ત્યારે દરેક વાહન સ્તરે નો-ક્લેમના સંપૂર્ણ લાભો મોટર ફ્લોટર ઓફર હેઠળ સાચવવામાં આવશે. પૉલિસી સમયગાળા દરમિયાન કોઈ દાવા નહીં કરવાના કિસ્સામાં, લાગુ પડતા સ્લેબ મુજબ અને 50 ટકા સુધીના રિન્યુઅલ પર પૉલિસીધારકોને નો ક્લેમ બોનસ ઓફર કરવામાં આવે છે. આ પ્રોડક્ટ હેઠળ, ગ્રાહકો પોલિસીના કાર્યકાળ દરમિયાન કોઈપણ સમયે ઉમેરો કરી શકે છે અને કાઢી નાખી શકે છે.

વધુમાં, બેઝ મોટર પ્રોડક્ટને ‘એસેટ કમ યુસેજ’ આધારિત પ્રોડક્ટમાં રૂપાંતર કરવા માટે ટેલિમેટિક્સ એડ-ઓન્સ ઓફર કરવામાં આવે છે. બેઝ મોટર વેહિકલના વીમા માટે વસૂલવામાં આવતું પ્રીમિયમ આંશિક રીતે વપરાશ પર નિર્ભર રહેશે. એડ-ઓન્સ પોલિસીના સંબંધિત વિભાગ હેઠળ મોટર ઓન ડેમેજમાંના સમયગાળા માટે અસરકારક રહેશે સિવાય કે જ્યાં સુધી અન્ય રીતે જણાવ્યું ન હોય.

ટેલિમેટિક્સ એડ-ઓન્સ હેઠળ, ગ્રાહકો વિવિધ યોજનાઓ પસંદ કરી શકે છે જેમકે:

પે-એઝ-યુ-યુઝ (PAYU): આ પ્લાન હેઠળ, ગ્રાહકોને વપરાશના આધારે અલગ-અલગ “કિલોમીટર”માંથી પસંદ કરવાની સુગમતા પૂરી પાડવામાં આવશે. આથી પૉલિસીનું પ્રીમિયમ માત્ર ગ્રાહક દ્વારા વાહનનો ઉપયોગ અથવા અંદાજિત ઉપયોગની હદ સુધી મર્યાદિત રહેશે. શરૂઆતમાં ખરીદેલ “કિલોમીટર” પૂરા થઈ જવાના કિસ્સામાં ગ્રાહકો પોલિસી સમયગાળા દરમિયાન કિલોમીટરને ટોપ-અપ પણ કરી શકે છે. આ એડ-ઓન હેઠળ કવરેજ માત્ર ત્યારે જ માન્ય રહેશે જો ખરીદેલ કિલોમીટર (અથવા ગ્રાહકને આપવામાં આવેલ વધારાના ગ્રેસ કિલોમીટર) નુકશાનની ઘટના સમયે આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે ઉપયોગમાં લેવામાં આવે.

પે-હાઉ-યુ-યુઝ (PHYU): આ યોજના હેઠળ, ડ્રાઇવિંગ વર્તન સ્કોર મુજબ ચાર્જ કરવામાં આવનાર પ્રીમિયમ બદલાશે. સારી ડ્રાઇવિંગ વર્તણૂક ધરાવતા ગ્રાહક પોલિસીના બેઝ પ્રીમિયમ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકશે. આ પોલિસી સારી ડ્રાઇવિંગ વર્તણૂકને પુરસ્કાર આપશે અને ખરાબ ડ્રાઇવિંગ વર્તણૂકને ડિસઈન્સેન્ટિવ આપીને સારી ડ્રાઇવિંગ આદતો અપનાવવા માટે પ્રોત્સાહન આપશે.

લોન્ચ પર ટિપ્પણી કરતાં, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “વર્ષોથી, નિયમનકારે ઉદ્યોગમાં નવીનતાને પ્રોત્સાહિત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે અને મોટર વીમા ક્ષેત્ર માટે તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાતો તે સંદર્ભમાં વધુ એક ક્રાંતિકારી પગલા તરીકે ચિહ્નિત થશે. વ્યક્તિની માલિકીના મોટર વાહનો માટે બહુવિધ પોલિસીઓ જાળવવી હંમેશા કંટાળાજનક કાર્ય રહ્યું છે. આઈએલ તરફથી આ ઓફરો સાથે, ગ્રાહકો હવે એક જ પોલિસી જાળવી શકે છે જે તેમની માલિકીના તમામ વાહનોને એકસમાન કવરેજ પ્રદાન કરશે. વધુમાં, તેમણે કહ્યું, એ જ રીતે, પે-હાઉ-યુ-યુઝ અને પે-એઝ-યૂ-યુઝ એ અંતિમ ગ્રાહક માટે વધારાની પારદર્શિતા અને સગવડતા સુનિશ્ચિત કરવામાં ઘણો આગળ વધશે કારણ કે આ એડ-ઓન્સ તેમને કવરેજનો ચોક્કસ રીતે ખ્યાલ આપશે અને ઓછા પ્રીમિયમ સાથે સારા ડ્રાઇવિંગ અને ડિસ્ટન્સ રન બંનેને પ્રોત્સાહન આપશે.”

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, તેના મૂલ્યવાન ગ્રાહકોને તેના વીમા પ્રોડક્ટ્સ દ્વારા એન્ડ-ટુ-એન્ડ ઉકેલો પહોંચાડે છે. મોટર વીમા બજારનો સૌથી મોટો હિસ્સો ધરાવતા, વીમા પ્રદાતા તેના ગ્રાહકોને સૌથી વધુ પોસાય તેવા દરે નવીન પ્રોડક્ટ્સ પહોંચાડવાની વાત આવે ત્યારે કોઈ કસર નથી છોડતી. મોટર ફ્લોટર અને ટેલિમેટિક્સ એડ-ઓન્સ ઓફરિંગ આ અગ્રણી સામાન્ય વીમા કંપનીની નવીન પ્રોડક્ટ સુવિધાઓ છે અને તે પોલિસી પર તેના ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા પર તેનું ધ્યાન દર્શાવે છે. વધુમાં ગ્રાહકો વીમા અને વેલનેસની તમામ જરૂરિયાતો માટે અમારી સિગ્નેચર IL TakeCare એપ ડાઉનલોડ કરી શકે છે. અમારી IL TakeCare” એપ, અત્યાર સુધીમાં ~1.9 મિલિયન યુઝર ડાઉનલોડ્સને વટાવી ગઈ છે. ગ્રાહકો દાવાઓ અને પોલિસી સર્વિસિંગ સાથે InstaSpect દ્વારા મોટર ન્યુઝ એન્ડ વ્યુઝ, બડી ગેરેજ, લાઇવ વિડિયો ઈન્સ્પેક્શન જેવા ઘણા લાભો મેળવી શકે છે. આ ઉપરાંત, અમારું ટેલિમેટિક્સ ગ્રાહકોને ડ્રાઇવિંગ વર્તન અને વિશ્લેષણ, કારના રખરખાવની ઝલક, દૈનિક પ્રવૃત્તિ સહિતની અનેક ચીજો ઓળખવામાં મદદ કરશે.

સૂચિત્રા આયરે


Share

Related posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા

ProudOfGujarat

માંગરોળની હરસણી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર- વાલિયા ચોકડી પાસે ખાનગી વાહન ચાલકો મુસાફરોને કરાવી રહ્યા છે મોતની સવારી. ટ્રાફિક પોલીસ ઘોર નિદ્રામાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!