Proud of Gujarat
FeaturedGujaratINDIA

હોન્ડા કાર્સ ઈન્ડિયા અને બજાજ ફાઇનાન્સે આ તહેવારોની સિઝનમાં આકર્ષક ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા સહયોગ કર્યો

Share

ભારતમાં પ્રીમિયમ કારની અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ (એચસીઆઈએલ) દેશની અગ્રણી અને વૈવિધ્યસભર ફાઇનાન્શિયલ સર્વિસીઝ ગ્રુપ્સમાંની એક એવી બજાજ ફિનસર્વ લિમિટેડની ધિરાણ આપતી શાખા બજાજ ફાઇનાન્સ લિમિટેડ સાથે ભાગીદારી કરીને તેના ગ્રાહકો માટે આકર્ષક અને કિફાયતી ફાઇનાન્સ સોલ્યુશન્સ ઓફર કરે છે. આ ભાગીદારીથી હોન્ડાના ગ્રાહકોને હોન્ડા અમેઝ, હોન્ડા સિટી અને ટૂંક સમયમાં લોન્ચ થનારી નવી એસયુવી હોન્ડા એલિવેટની ખરીદી પર ઓછા વ્યાજ દર સાથે આકર્ષક કાર ફાઇનાન્સ સ્કીમનો લાભ મેળવવામાં મદદ મળશે અને લોનની ઝંઝટ-મુક્ત ઝડપી મંજૂરી મેળવી શકશે.

આ ભાગીદારી હેઠળ, બજાજ ફાઇનાન્સ લિમિટેડ હોન્ડાના ગ્રાહકોને ફ્લેક્સી પે સ્કીમની રજૂઆત સાથે કસ્ટમાઇઝ્ડ રિટેલ ફાઇનાન્સ સ્કીમ પ્રદાન કરશે જે ડિજિટલ-પ્રથમ અનુભવ છે, જેમાં 100% સુધીના ઓન-રોડ ફંડિંગનો સમાવેશ થાય છે (દા.ત. નીચો વ્યાજ દર (આરઓઆઈ) શરૂ થાય છે 8.75%થી, 30 મિનિટ જેટલા ઓછા ટર્નઅરાઉન્ડ સમય સાથે ઝંઝટમુક્ત મંજૂરી, વગેરે). વધુ સગવડતા સુનિશ્ચિત કરવા માટે, લોન વિતરણ પ્રક્રિયા માટે ડિજિટલ ગ્રાહક યાત્રા દ્વારા સમગ્ર ધિરાણ પ્રક્રિયાને સક્ષમ કરવામાં આવશે.

Advertisement

આ પ્રસંગે બોલતા હોન્ડા કાર્સ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ-માર્કેટિંગ એન્ડ સેલ્સ શ્રી કુણાલ બહેલે જણાવ્યું હતું કે, “હોન્ડા કાર્સ ઈન્ડિયામાં, અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે સમર્પિત છીએ અને અમે બજાજ ફાઈનાન્સ સાથેની આ ભાગીદારીથી ઉત્સાહિત છીએ. આ જોડાણથી અમે અમારા ગ્રાહકોને વધુ ધિરાણ વિકલ્પો પ્રદાન કરી શકીશું અને તેમના માલિકી અનુભવને વધારી શકીશું. બજાજ ફાઇનાન્સ દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ યોજનાઓ અને વિકલ્પો વિવિધ સ્તરના મૂલ્યવાન ગ્રાહકોને સસ્તા અને સુલભ પર્સનલ મોબિલિટી સોલ્યુશન્સ તરફ દોરી જશે.”

બજાજ ઓટો ફાઇનાન્સના ચીફ બિઝનેસ ઓફિસર સિદ્ધાર્થ ભટ્ટે ઉમેર્યું હતું કે, “અમારો ડિજિટલ-ફર્સ્ટ અભિગમ અને પરવડે તેવા સોલ્યુશન્સ (ફ્લેક્સી લોન) અમને અમારા ગ્રાહકો માટે કારની ખરીદી અતિ સરળ અને સસ્તી બનાવવા સક્ષમ બનાવે છે. અમારી સીધી તથા સ્પષ્ટ પ્રક્રિયાનો હેતુ સગવડતા અને લોન વિતરણની ઝડપ વધારવાનો છે. ગ્રાહકોને સુગમતાથી હોન્ડા વાહનની માલિકી મળી રહે તે માટે ઝંઝટમુક્ત તથા ફ્લેક્સિબલ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પૂરા પાડવાના હેતુથી હોન્ડા કાર્સ ઈન્ડિયા સાથે હાથ મિલાવતા અમને આનંદ થાય છે.”

હોન્ડા કાર્સ ઈન્ડિયા અને બજાજ ફાઈનાન્સને વિશ્વાસ છે કે આ સહયોગ બજારમાં તેમની સ્થિતિને મજબૂત બનાવશે અને ગ્રાહકોને ઉત્કૃષ્ટ ઓટો ફાઈનાન્સિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવાના તેમના સહિયારા મિશનની પુનઃપુષ્ટિ કરશે.

બજાજ ફાઇનાન્સ એ એક ટેકનોલોજી આધારિત એનબીએફસી છે, જે ફાઇનાન્શિયલ સોલ્યુશન્સનો વ્યાપક સંપુટ ઓફર કરે છે અને ગ્રાહક અનુભવને ડિજિટલ રીતે વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

એચસીઆઈએલ તેના ગ્રાહકો માટે કારની ખરીદીને વધુ આકર્ષક અને લાભદાયી બનાવવા માટે પહેલ કરી રહી છે. એચસીઆઈએલે તેના ગ્રાહકો માટે કાર ખરીદવાનો અનુભવ વધારવા માટે જાહેર ક્ષેત્રની બેંકો, રિટેલ ફાઇનાન્સર્સ અને એનબીએફસી જેવા બહુવિધ ફાઇનાન્સર્સ સાથે ભાગીદારી કરી છે, જે ગ્રાહકોને તેમની વિવિધ જરૂરિયાતોને અનુરૂપ નાણાંકીય ઉકેલોની વિશાળ શ્રેણી ઓફર કરે છે.


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એસએમઈ માટે ક્રાંતિકારી વીમા ઉકેલો રજૂ કરવા Actyv.ai સાથે સહયોગ કર્યો

ProudOfGujarat

માંગરોળ તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સ્વતંત્રતા દિવસ પર PMની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા : પતંગ ઉડાવવા પર પણ પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!