Proud of Gujarat
FeaturedGujaratINDIA

નિવૃત્તિ માટે તૈયાર હોવાનું માનતા ભારતીયોની સંખ્યા વધી, 2020 માં આ આંક 49% હતો તેથી વધીને 2023 માં 67% થઈ

Share

ભારતીયો માટે નાણાકીય બાબતોની પ્રાથમિકતામાં ‘નિવૃત્તિ’નું પરિબળ આગળ વધી રહ્યું છે, આ પરિબળ 2020ના સર્વેક્ષણમાં 8મા સ્થાને હતું અને 2023માં તે છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે.

અગાઉ, નિવૃત્તિ મોટાભાગે પરિવાર માટેની જવાબદારીઓ પૂરી કરવા સાથે સંકળાયેલી હતી. સમય વિતવાની સાથે નિવૃત્તિની વ્યાખ્યા બદલાઈ છે. સ્વ-મૂલ્ય અને સ્વ-ઓળખ મેળવવા માટે આ સમયનો ઉપયોગ કરાય છે. પોતાની સંભાળ રાખીને અને તેમની રુચિઓનું અન્વેષણ કરીને તેમના આંતરિક સ્વનું પોષણ કરવા માટે આ સમય વપરાય છે. આજે, ભારતીયો તેમની આકાંક્ષાઓ સાથે સમાધાન કર્યા વિના તેમના નાણાં પર નિયંત્રણ મેળવવા માગે છે, એવું પીજીઆઈએમ ઈન્ડિયા રિટાયરમેન્ટ રેડીનેસ સર્વે 2023 દર્શાવે છે.

Advertisement

નાણાં સંબંધિત બે મહત્વપૂર્ણ પાસાઓ પર મહામારીની અસર પડી હોય તેવું લાગે છે તે છે:

સકારાત્મક પાસું:

પૈસાને ધારી/અણધારી આવશ્યકતાઓ માટે ‘સુરક્ષા જાળ’ તરીકે જોવામાં આવે છે; પોતાના પરિવાર પ્રત્યેની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે ‘સક્ષમ’ અને સામાજિક આદર અને ગૌરવ માટે ‘મજબૂત હોવાનો સંકેત આપનાર’ મનાય છે. મહામારી પછી આ વ્યાખ્યા વ્યાપક બની છે એટલે કે ‘સ્વાતંત્ર્ય’ના નવા પરિમાણમાં વિકસી છે – વ્યક્તિની જીવનશૈલી અને આકાંક્ષાઓ સાથે સમાધાન કર્યા વિના જવાબદારીઓને પૂરી કરવી – ઉ. દા.તરીકે મોટું ઘર, બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણથી લઈને ફેશન, ટેક, સજાવટ માટેની પસંદગીઓ, વેકેશન વગેરે દ્વારા તેમની જીવનશૈલીને અપગ્રેડ કરવા સહિતની બાબતોનો સમાવેશ છે.

નકારાત્મક પાસું:

પૈસા કમાવા અને તેનું સંચાલન કરવાની તેમની પ્રતિબદ્ધતાઓ અને જવાબદારીઓને પૂર્ણ કરવાની તેમની ક્ષમતા પર સીધી અસર પડે છે. નકારાત્મક પાસાંમાં, જો કોઈ વ્યક્તિ નિપુણતાના અભાવે અથવા વધતા જતા નાણાકીય ડિજિટલ વિશ્વને સ્વિકારવામાં અસમર્થ હોય/ તેને સ્વિકારવામાં વિલંબ કરે અને તેના નાણાંનું સારી રીતે સંચાલન કરી શકે નહીં તો તે સામાજિક સ્તરે મૂઝવણ, આત્મસન્માન ઉપર ઠેસ પહોંચવી અને/અથવા નાણ ઉપરનું નિયંત્રણ ઓછું થવાની ભાવના ઉપજે છે, જેને કારણે દેવું અને જવાબદારી વધી શકે છે.

પ્રુડેન્શિયલ ફાઇનાન્શિયલ, ઈન્ક. યુ.એસ.ના વૈશ્વિક રોકાણ વ્યવસ્થાપન વ્યવસાય પીજીઆઈએમનો સંપૂર્ણ માલિકીનો વ્યવસાય પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે વૈશ્વિક માપદંડમાં અગ્રણી એનઆઈક્યુને નવ મેટ્રો અને છ નોન-મેટ્રો શહેરોમાં રહેતાં 3009 ભારતીય સહભાગીઓ સાથે નિવૃત્તિની તૈયારી સંબંધિત સર્વેક્ષણનો બીજો રાઉન્ડ હાથ ધરવા માટે રિકમિશન્ડ કર્યા, જેથી તેમના એકંદર નાણાકીય આયોજન પ્રત્યેના તેમના વલણ અને વર્તનને માપી શકાય ખાસ કરીને તેમની નિવૃત્તિ માટેની યોજના વિશેનો ખ્યલ આવી શકે. આનાથી વ્યક્તિના વર્તન, વલણ અને નાણાકીય પાસાઓ પર મહામારીની અસરની સરખામણી સાથે તારણો સાથે કરવાની હકીકતને પણ એક રાહ મળી શકે.

સર્વેક્ષણના મુખ્ય તારણો:

• વ્યક્તિગત આવકમાં વૃદ્ધિ સાથે લોન અને જવાબદારીઓમાં આવકની ફાળવણી વધી છે. ભારતીયો તેમના 59% નાણા ઘરના ખર્ચ માટે અને 18% જેટલી રકમ લોન ચૂકવવા માટે ફાળવે છે, જે 2020ના સર્વેક્ષણના તારણો કરતાં થોડી વધુ છે.

• હ્યુમન કેપિટલ સર્જવા માટે સભાન પ્રયાસો થઈ રહ્યાં છે, જ્યાં આવકના 5% કૌશલ્ય વિકાસ અથવા શિક્ષણ લોન માટે ફાળવવામાં આવે છે.

• 48% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે મહામારીને કારણે તેમના વલણ, વર્તન અને નાણાંકીય બાબતોના આયોજનમાં પરિવર્તન આવ્યું છે – ભારતીયો આર્થિક રીતે વધુ સભાન, યોજનાબદ્ધ અને શિસ્તબદ્ધ બન્યા છે.

• ઓછી આવક સાથે, વધુ વળતર સર્જવા અને આર્થિક રીતે સુરક્ષિત રહેવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જેમ આવક વૃદ્ધિ થઈ છે તેમ, અન્ય પાસાઓ જેમ કે વર્તમાન કાર્યસ્થળમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચવું અને પેસિવ આવકના સ્ત્રોત વિકસાવવાની બાબતોએ અગ્રતા મેળવી રહી છે.

• ‘સ્વની ઓળખ’ અને ‘સ્વમૂલ્ય’ હવે માત્ર પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પૂરી કરવા સુધી મર્યાદિત નથી. પોતાની કાળજી લેવાની અને સ્વને જાણવાની બાબત પણ તેમાં ઉમેરાઈ છે.

• મહામારી પછી, ભારતીયોએ કૌટુંબિક સુરક્ષા ઉપરાંત તબીબી કટોકટી અને નિવૃત્તિ આયોજન જેવી લાંબા ગાળાની પ્રતિબદ્ધતાઓ પર વધુ મહત્વ આપવાનું શરૂ કર્યું છે.

• નાણાકીય બાબતોના સંચાલનસંબંધિત ‘આવકના વૈકલ્પિક સ્ત્રોતની અછત’ વિશેની ચિંતા, મહામારી પછીના સમયથી ઘણી વધી છે. વર્ષ 2020માં તેનું પ્રમાણ 8% હતું તેથી 2023માં 38% સુધીનો નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે.

• નિવૃત્તિ પછીના નાણાકીય વ્યવસ્થાપન સંબંધિત ચિંતાઓમાં મહામારી પછી ‘ફુગાવો’ અને ‘આર્થિક મંદી’ ટોચના સ્થાને આવે છે – તે 2020ના સર્વેની સરખામણીમાં બમણી થઈ ગઈ છે, જે તાજેતરના બૃહદ-આર્થિક પડકારોની અસર દર્શાવે છે.

• પ્રોત્સાહક બાબત એ છે કે, 67% ભારતીયો કહે છે કે તેઓ નિવૃત્તિ માટે તૈયાર છે, જે એકંદરે ભાવનાત્મક લાભ ધરાવે છે, જેનાથી તેઓ કામ અને જીવન વિશે હકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. જેમણે તેમની નિવૃત્તિની યોજના બનાવી છે તેઓ સામાન્ય રીતે 33 વર્ષની આસપાસ તેની શરૂઆત કરે છે અને જેમણે નથી કર્યું તેઓ તેમના 50ના દાયકામાં તેની શરૂઆત કરવાનો ઇરાદો ધરાવે છે.

• 2020માં 10% થી 2023માં 23% સુધી વધેલી મ્યુચ્યુઅલ ફંડ્સ તરફની પસંદગી ડાયરેક્ટ ઇક્વિટી/શૅર અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ) કરતાં વધુ ખેંચાણ દર્શાવે છે. અહેવાલ જણાવે છે કે, ભારતીય રોકાણકારો હજી પણ સ્થિર આવકના સાધનો અને વીમાને પસંદ કરે છે.

• બદલાતી જીવનશૈલી અને બૃહદ-આર્થિક પરિસ્થિતિઓને કારણે ભારતીયોને લાગે છે કે તેઓને તેમનું નિવૃત્તિ ભંડોળ તૈયાર કરવા માટે તેમની વાર્ષિક આવકના 10-12 ગણાની જરૂર છે, જે 2020ના સર્વેક્ષણમાં 8-9 ગણી હતી.

• 2020ના સર્વેક્ષણમાં આપણે મહામારી પહેલાના સમયમાં જે જોયું તેનાથી વિપરીત, ભારતીયોએ હવે નાણાકીય સુરક્ષાને સ્વતંત્રતા સાથે સાંકળવાનું શરૂ કર્યું છે, તેઓ માને છે કે સંયુક્ત કુટુંબમા રહેવાથી નાણાકીય સુરક્ષા મળે તેવી ભાવના પ્રોત્સાહક નથી. 2020 ના સર્વેક્ષણમાં 89% ની સરખામણીમાં માત્ર 70% ઉત્તરદાતાઓએ (2023) જણાવ્યું કે તેઓ સંયુક્ત પરિવારોમાં રહીને આર્થિક રીતે સુરક્ષિત અનુભવે છે.

• આવકનો વૈકલ્પિક સ્ત્રોત ધરાવવાથી નિવૃત્તિ માટેની તૈયારીની વધુ સારી રીતે કરી શકાય તેવી ભાવનામાં નોંધપાત્ર વધારો થયો છે. 36% ઉત્તરદાતાઓ પાસે આવકનો વૈકલ્પિક સ્ત્રોત છે, 42% નાણાકીય સંપત્તિમાં રોકાણ કરીને વધારાની આવક મેળવે છે.

• ભારતીયોને નિવૃત્તિ માટે કાર્યક્ષમ રીતે આયોજન કરવા, વીમામાં રોકાણ કરવા અને વીમા એજન્ટો પાસેથી સલાહ મેળવવા માટે થોડા વધુ માર્ગદર્શન અને સમર્થનની જરૂર જણાય છે. લગભગ 2/3 ઉત્તરદાતાઓ વીમા એજન્ટો પાસેથી નાણાકીય સલાહ લીધી હતી અને તેમાંના થોડા ટકા લોકોએ રજિસ્ટર્ડ રોકાણ સલાહકારો પાસેથી સલાહ લીધી હતી.

• નાણાકીય સલાહ લેનારાઓ દ્વારા નાણાંનું સંચાલન કરવા પર કામના ભારને વહેંચવું એ સલાહકારો વિશેનું સૌથી મૂલ્યવાન પાસું છે. જો કે, આજે માત્ર 10% જેઓ નિવૃત્તિ યોજના ધરાવે છે, તેઓ રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર પાસેથી યોગ્ય નાણાકીય આયોજન સર્વિસીસ લે છે અને માત્ર 16% જેમની પાસે લેખિત યોજના છે, તેઓએ તેમની યોજના રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર સાથે ચકાસી છે.

• 55% થી વધુ વ્યક્તિઓની તેમની સંસ્થાઓ પ્રત્યે વફાદારી વધી હોવા છતાં, નોંધપાત્ર બહુમતી હિસ્સો એટલે કે લગભગ એક તૃતીયાંશ સોકો નાણાકીય તાણ અનુભવે છે. આમાંથી લગભગ 2/3 લોકો માને છે કે આવી તાણ દિવસના ઓછામાં ઓછા અડધા ભાગ માટે તેમની ઉત્પાદકતા પર નકારાત્મક અસર કરે છે.

• સંસ્થાઓ સફળ નિવૃત્તિ આયોજનને અસર કરી શકે છે અને તેમના કર્મચારીઓમાં નાણાકીય સુખાકારી સુનિશ્ચિત કરી શકે છે, જેનાથી કર્મચારીઓની વફાદારી અને ઉત્પાદકતામાં વધારો થાય છે. 2માંથી 1 ઉત્તરદાતાએ અનુભવ્યું કે જો નોકરીદાતા તેમની નિવૃત્તિ/નાણાકીય આયોજનની જવાબદારી લે અથવા સુવિધા આપે તો તેમના નોકરીદાતા પ્રત્યેની તેમની વફાદારી વધશે.

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ શ્રી અજીત મેનને જણાવ્યું હતું કે, “અમે એકંદરે સામે દેખાયેલા વલણ અને વર્તનમાં ફેરફાર જોયા છે, જ્યાં મહામારીએ અમુક નોંધપાત્ર પાસાઓને અસર કરી હોવાનું જણાય છે. ‘સ્વ-ઓળખ’, ‘સ્વ-સંભાળ’ અને ‘સ્વ-મૂલ્ય’ પર ભાર એ પોતાના પરિવાર પ્રત્યેની ભૂમિકાઓ અને જવાબદારીઓને પરિપૂર્ણ કરવા સાથે પહેલા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ પાસા તરીકે ઉભરી આવ્યા છે.

પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના બિહેવિયર ફાઇનાન્સ એન્ડ કન્ઝ્યુમર ઇનસાઇટ્સના એસવીપી ડૉ. સગનીત કૌરે જણાવ્યું હતું કે, “એકંદરે, ભારતીયોમાં નિવૃત્તિ આયોજનમાં વધારો એ એક સકારાત્મક વલણ છે જે લાંબા ગાળાના નાણાકીય આયોજનની સુરક્ષા માટે નાણાકીય આયોજનના મહત્વની વધતી જતી જાગૃતિને પ્રતિબિંબિત કરે છે. જો આપણે લાંબા ગાળા માટે રોકાણ કરતી વખતે રોકાણકારોને તેમના વર્તણૂકીય પૂર્વગ્રહોને દૂર કરવા માટે ખરેખર સમજીએ અને પ્રોડક્ટ્સનું નિર્માણ કરીએ તો આ વલણને વેગ મળશે – કારણ કે ટૂંકા ગાળાની લાગણીઓ અને ઇચ્છાઓ દ્વારા સંચાલિત પૂર્વગ્રહો સૌથી વધુ સમજદાર રોકાણકારને પણ તાત્કાલિક પ્રસન્નતા મેળવવા માટે તેમની સુસ્થાપિત લાંબા ગાળાની વ્યૂહરચનાઓને છોડી દેવા લલચાવી શકે છે.”

સુચિત્રા આયરે


Share

Related posts

રાજ્યમાં આજથી આંશિક લોકડાઉનમાં થોડી વધારે છૂટછાટ..!

ProudOfGujarat

પંચમહાલ – ગોધરા એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક આરોપીની અટક કરી…

ProudOfGujarat

રાજપીપળા ટેકરા ફળિયામાં સ્વ.નરેશ કનોડિયાનાં ચાહકે તેમના આત્માની શાંતિ માટે ભજન રાખી શ્રદ્ધાંજલિ અર્પી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!