Proud of Gujarat
FeaturedGujaratINDIA

કઠલાલ તાલુકાના દંપતી માતાજીના દર્શન કરી પરત આવતા દંપતીને અકસ્માત નડ્યો

Share

કઠલાલ પાસેના ચૌહાણપુરા સીમમાં ગઇકાલે રાત્રે બે મોટરસાયકલો સામસામે અથડાયા હતા. જેમાં  એક મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કઠલાલ તાલુકાના સરાલી ગામે રાઘા વિસ્તારમાં રહેતા પરેશભાઈ ભવાનભાઈ બારૈયા કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ તરીકે નોકરી કરે છે. તેઓ ગઇ કાલે  પત્ની જશોદાબેનને બાઇક પર  નજીક આવેલ  માતાના મંદિરે દર્શન કરી  પતિ પત્ની  બંને  પરત આવતા હતા. તે દરમિયાન કઠલાલના ચૌહાણપુરા સીમમાં આવતા સામેથી ફુલ સ્પિડે આવતી અન્ય બાઇક ચાલકે તેઓને ટક્કર મારી હતી.

Advertisement

પરેશભાઈ અને તેમની પત્ની જશોદાબેન અને અકસ્માત કરનાર બાઇક ચાલક વિરેન્દ્રસિંહ ભુપતસિહ ચૌહાણ તમામ લોકો રોડ પર પટકાયા હતા. જેમાં પરેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે પરેશભાઈને ગંભીર ઈજાઓ થઈ હોવાથી ડોક્ટરે તપાસતા તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ મામલે જશોદાબેન બારૈયએ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ખુશીનું વાતાવરણ માતમમાં ફેલાયું : રાજકોટ – ભાવનગર હાઈવે વચ્ચે અકસ્માત સર્જાયો : ૩૦ નાં મોત

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ફરી કોરોના મહામારીએ માથું ઊંચકતા લોકોમાં ગભરાટ.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આજરોજ શિક્ષક સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને નાયબ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!