Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આજરોજ શિક્ષક સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને નાયબ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

Share

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આજરોજ શિક્ષક સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને નાયબ મામલતદાર જે.એન.પટેલ આવેદનપત્ર આપી સેવાસદન ખાતે એક દિવસના ધરણા કરવામાં આવ્યા હતા જેમાં 300થી વધારે શિક્ષકો હાજર રહ્યા હતા.સમગ્ર ગુજરાતભરમાં પોતાના પડતર પ્રશ્નોને લઇને શિક્ષકો દ્વારા સરકારની સામે આંદોલન ના ભાગરૂપે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ડભોઇ સેવાસદન ખાતે જિલ્લા શિક્ષણ સંઘના નેજા હેઠળ મામલતદાર જે એન પટેલને આવેદનપત્ર આપ્યું હતું જેમાં 300થી વધારે શિક્ષકો હાજર રહ્યા હતા તેમજ સેવાસદનના પટાંગણમાં એક દિવસના ધરણાં યોજી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો સાથોસાથ શિક્ષકોના પ્રશ્નો ની જો વાત કરવામાં આવે તો જૂની પેન્શન યોજના તત્કાલ ચાલુ કરવી છઠ્ઠા પગાર પંચનો સંપૂર્ણ અમલવારી 2016 થી કરવી તેમજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં શિક્ષકને હાનિકર્તા બાબતોને દૂર કરવા જેવા અનેક પ્રશ્નોને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

વશિષ્ઠ ભટ્ટ:- ડભોઇ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે પાનોલી જી.આઇ.ડી.સીમાં આવેલ સકાટા કંપનીમાં અઢી લાખ ઉપરાંતની ચોરી..

ProudOfGujarat

ગુંદલાવ ડીજીવીસીએલની કામગીરી કામચોર ,સ્ટાફની બદલી જ યોગ્ય નિરાકરણ !ગુંદલાવ ડીજીવીસીએલમાં આવતા લોકોનો પોકાર “હું વગદાર નથી એ મારો વાંક ?”

ProudOfGujarat

અંકલેશ્વરની ખાનગી કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!