Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના કપડવંજ અને નડિયાદના ૨૪ જેટલાં આગેવાનો અને ૧૫૦ જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

Share

કપડવંજ તથા નડિયાદના આગેવાનો જિલ્લાના વડામથક નડિયાદના ડભાણ રોડ પર આવેલી કમલમમાં પહોંચ્યા હતા. જ્યાં પક્ષના અગ્રણીઓ દ્વારા કેસરીયો ધારણ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપ સાથે ચર્ચા કર્યા બાદ ખેડા જિલ્લા ભાજપ સંકલન સમિતિ દ્વારા પ્રભારી ગોરધન ઝડફિયા, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, મુખ્ય દંડક પંકજ દેસાઈ અને મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, વિકાસ શાહ અને નટુભાઈ સોઢાની હાજરીમાં આ તમામ કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. જેમા કપડવંજ અને નડિયાદના ૨૪ જેટલાં આગેવાનો અને ૧૫૦ થી વધુ કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વાંકલ, માંગરોળ, ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદી માહોલ જામ્યો

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના સ્થળે સ્થાનિકો એ દેશી પરબ બનાવી.

ProudOfGujarat

ડેડીયાપાડા: નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન-ડુમખલ સંસ્થા દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!