Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇકો કારમાંથી ચોરી કરેલા પાંચ સાયલેન્સર સાથે એક ઇસમને ઝડપી પાડતી નડીયાદ પોલીસ.

Share

નડિયાદ એલ.સી.બી.પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે શકમંદ ઇસમ નામે દિલાવરભાઇ ઉર્ફે ડી અબ્દુલભાઇ વ્હોરા રહે. રૂપાલ દાતારની દરગાહ પાસે, તા.બાવળા. અમદાવાદ નાઓને નેશનલ હાઈવે.નં.૪૮, છઠ્ઠામાઇલ ચોકડી ઉપર સી.એન.જી. રીક્ષા જેની કિંમત રૂ.૭૦,૦૦૦/- માં કુલ-૫ ઇકો ગાડીના સાયલેન્સર કિંમત રૂ.૨૫,૦૦૦/- ની સાથે મળી આવતા સદર રીક્ષા તેમજ સાયલેન્સરના માલિકીના આધાર પુરાવા માંગતા રજુ નહી કરતા સાયલેન્સર તથા રીક્ષા તપાસ અર્થે કબ્જે કરી ઇસમને સી.આર.પી.સી. મુજબ અટક કરેલ છે.પકડાયેલ ઇસમ પાસેથી મળી આવેલ ઇકો કારના સાયલેન્સર બાબતે પુછપરછ કરતા આ ઇકો કારના સાયલેન્સર તેના મિત્ર ઇન્દ્રીશ ઉર્ફે બનો ગુલામરસુલ મન્સુરી રહે.ધોળકા ઠાકોર વાસ જિ.અમદાવાદ નાઓએ ઇકો કારમાંથી ચોરી કરી સાયલેન્સરની અંદર રહેલ પ્લેડેનીયમની માટી કાઢી લઇ સાયલેન્સર વેચવા માટે પકડાયેલ ઇસમને આપેલ હતા જે સાયલેન્સર સાથે પોતે પકડાઇ ગયેલ હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપીપળા બાયોલોજીના શિક્ષક અલ્પા ચૌધરી નિમણૂક પત્ર માટે છેલ્લા 1 વર્ષથી કચેરીઓના આંટા મારે છે.

ProudOfGujarat

ઉત્તરપ્રદેશ નાં સાંસદ ની ભૃગુનગરી (બલિયા) થી ભૃગુતીર્થ (ભરૂચ) સુધીની આધ્યાત્મિક યાત્રા

ProudOfGujarat

ગોધરા : સિવીલ હોસ્પિટલમાં વેન્ટીલેટરની સુવિધાવાળી એમ્બ્યુલન્સ ફાળવવાની સાંસદને રજૂઆત કરતા પાલિકા પ્રમુખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!