Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદના વેપારી સાથે ડીલરશીપના બહાને રૂ. ૨૯.૮૮ લાખ છેતરપિંડી.

Share

નડિયાદ કોલેજ રોડ સ્વસ્તિક સોસાયટી ખાતે અમીષ અરૂણભાઈ પટેલ રહે છે. તેઓનું નડિયાદ કુમાર પેટ્રોલ પંપ સામે તથા કોલેજ રોડ ઉપર અમીષ મોટર્સના નામે ગાડીના પી.યુ.સી. તથા કાર વોશિંગ નો ધંધો કરે છે. ફેબઆરી ૨૦૨૨ માં અમીષભાઈ તથા તેમની પાસે કામ કરતાં જીગ્નેશભાઈ ચંપકભાઈ પંચાલ ભેગા મળી ઇન્ટરનેટ મારફતે નવા ધંધા માટે શોધખોળ કરતા હતા. તે દરમિયાન ટાટા પાવરની વેબસાઈટ ઓપન કરતા તેમાં ઇંગ્લિશમાં આપેલ ઓનલાઇન ફોર્મ ભરવાનું જણાવતા અમીષભાઈએ ફાર્મમાં વિગત ભરી સબમિટ કર્યું હતું.

ત્યારબાદ ૨૮ મી ફેબ્રુઆરીના રોજ અમીષભાઇના મોબાઈલ નંબર ઉપર હિન્દી ભાષામાં ટાટા પાવર કંપનીના મેનેજર રવિ કુમાર તરીકે ઓળખ બતાવી વાતચીત કરી હતી અને જણાવેલ કે અલગ અલગ જિલ્લાઓમાં ઈલેક્ટ્રીક ગાડીઓના ચાજગ સ્ટેશન માટે ડીલરશીપ આપવાની વાત કરી હતી. તો વર્ષોથી ધંધો કરો છો. માર્કેટમાં તમારી છાપ સારી છે. અમારી કંપની ચાજગ સ્ટેશનની નડિયાદ ખાતેની ડીલરશીપ તમને આપવામાં માગીએ છીએ. તેવી લોભામણી વાતો કરતા અમીષભાઈએ ડીલરશીપમાં રસ દાખવી હા પાડી હતી. જેથી મેનેજર રવિકુમારે બે ફોર્મ તથા રજીસ્ટ્રેશન ફી રૂ. ૨૫,૫૦૦ ભરવી પડશે. ત્યારબાદ આગળની પ્રોસેસ થશે. જેથી તેઓએ એસબીઆઈ ખાતામાં ભર્યા હતા. જેથી ટાટ્ય પાવરમાં રૂપિયા ભર્યાની સ્લીપ તથા રજીસ્ટ્રેશન એપ્પલ લેટરની સોફ્ટ કોપી વોટ્સએપ થી મોકલી આપી હતી.

Advertisement

દરમિયાન અલગ અલગ તારીખોએ ડીલરશીપ ડિપોઝિટ પેટે રૂ. ૪,૨૦,૦૦૦ મશીનરી માટે રૂ. ૯,૮૦,૦૦૦ અને રૂ. ૮,૯૭,૦૦૦ ભરવા જણાવતા તેઓએ આર.ટી.જી.એસ.થી ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ મશીનરી ફીટીંગ તથા જી.ઇ.બી. પરમિશન ચાર્જ પેટે રૂ. ૫ લાખ ભરાવ્યા હતા અને ૨૯ મે,૨૦૨૨ ના રોજ પાવર સ્ટેશનની કામગીરી ચાલુ કરવા જણાવ્યું હતું, પરંતુ કંપની તરફથી કોઈ કર્મચારી નહીં આવતા અમીષભાઈએ ત્રણ મોબાઈલ ફોન પર વાત કરવાનો પ્રયાસ કરતા તે બંધ થઈ ગયેલ હતા. તેઓએ ઇમેલ કરતાં તે પણ ઈમેલ ફેલ આવતા હતા. આ સંદર્ભે અમીષભાઈએ ઓનલાઈન ગુગલ પરથી મેં, ટાટા પાવર લી કંપનીનો ટોલ ફ્રી નંબર શોધી ફોન કરતા ટાટા પાવરના કર્મચારીનો સંપર્ક કર્યો હતો. તેઓને ચાજગ સ્ટેશનની ડીલરશીપ અંગે વાત કરી ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. જ્યાંથી અમીષભાઈને જણાવેલ કે કંપનીમાં આવી કોઈ તમારા નામની પાવર સ્ટેશનની એપ્લિકેશન આવી નથી અને તમારી સાથે ફ્રોડ થયેલ છે. આ સંદર્ભે અમીષભાઈ ની ફરિયાદના આધારે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

શહેરા તાલુકામાં ” જયસંચય યોજના -૨૦૧૮” ની શરુઆત પુર્વે લાભી ગામના તળાવ ખાતે ડેમોસ્ટ્રેશન હાથ ધરાયુ.તાલુકામાં આવેલા ૪૦થી વધુ તળાવો ઉંડા કરાશે

ProudOfGujarat

ભરૂચ SOGએ 2 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો

ProudOfGujarat

અંકલેશ્વર : ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ શ્રમ કાર્ય કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!