Proud of Gujarat
FeaturedGujaratINDIA

કપડવંજ, નડિયાદ વિધાનસભા વિસ્તારમાં સાંસદ સંપર્ક-સંવાદ કાર્યક્રમ યોજાયો.

Share

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સાંસદ સંપર્ક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે કેન્દ્રિયમંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે આજે કપડવંજ અને નડિયાદ વિધાનસભા વિસ્તારના સંગઠનના હોદ્દેદારો, કાર્યકરોનો સંપર્ક કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે કપડવંજ વિધાનસભા વિસ્તારના બેટાવાડા,દાંપટ મુકામે પક્ષના કાર્યકરો સંજયભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરી આગામી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નડિયાદ વિધાનસભા વિસ્તારના હોદ્દેદારો અને કાર્યકારો સાથે પણ સંપર્ક કરી તેમની સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : બાળ પ્રતિભા શોધ નિબંધ સ્પર્ધામાં બાકરોલ શાળાની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા શાળાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

રાજપીપળા : મોસ્કુટથી બોરીપીઠા થઈ ડેડીયાપાડા આવતા રસ્તા પર ઝાડી – ઝાંખરા વધી જતા અકસ્માતનો ભય.

ProudOfGujarat

અમદાવાદ-GCS હોસ્પિટલમાં ઈન્ફેક્શનને કારણે 20 દિવસમાં 6 નવજાત બાળકનાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!