Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડીયાદ વિધાનસભા વિસ્તારના હોદેદારો-કાર્યકરો સાથે સાંસદ સંવાદ કાર્યક્રમ યોજાયો.

Share

આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે ખેડા લોકસભા વિસ્તાર હેઠળ આવતી વિધાનસભાની બેઠકો પર સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો સાથે સંપર્ક કરી સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ઘ્વારા સાંસદ સંવાદ કાર્યક્રમ યોજાઈ રહયા છે. જેમા આજે નડીયાદ વિધાનસભા બેઠકના સીનીયર નેતાઓ,હોદેદારો અને પાયાના કાર્યકરો સાથે કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે બેઠક યોજી હતી.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે નડીયાદ અને ઠાસ૨ામાં આજે આ બેઠકોનું આયોજન કરાયુ છે.જેમા આગામી વિધાનસભાની ચૂંટણીમાં દરેક બેઠક પર ભાજપના ઉમેદવાર કેવી રીતે જવલંત વિજય મેળવે તે માટે વ્યુ૨ચના સાથે ચિંતા ક૨વામાં આવી રહી છે. વિપક્ષોના દુષ્પ્રચારનો સામનો કરી ભાજપ સરકારની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેમાટેનું વ્યવસ્થા તંત્ર ગોઠવવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યુ હતુ. આ બેઠકમાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ તથા ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે પણ સૌ કાર્યકરો સંગઠિત થઈ કમળના ચિન્હ ઉપર જે ઉમેદવાર આવે તેને ચૂંટી લાવવા આહવાન કરાયુ હતુ. આ બેઠકમાં મહામંત્રી અજયભાઈ બ્રહમભટ્ટ તથા નટુભાઈ સોઢા સહિત મોરચાના હોદેદારો કાર્યકરો, મંડલના હોદેદારો-કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વાપી ટાઉનમાં રવિવારી બજાર સજ્જડ બંધ

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓનો થયો પ્રારંભ.

ProudOfGujarat

છ હજારની લાંચના કેસમાં સુરતના ત્રણ પોલીસમેનને ત્રણ વર્ષની કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!