Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : દિકરીને હેરાન કરનાર શખ્સને પિતાએ ઠપકો આપતા યુવકે ધારીયા વડે હુમલો કર્યો.

Share

નડિયાદ તાલુકાના પાલૈયા તાબેના ગણેશપુરા ગામે રહેતા 19 વર્ષીય પ્રતાપભાઈ ભીખાભાઈ સોલંકી ગતરોજ તે અને તેમના પિતા બંને ચાલતા ખેતરમાં ડાંગર લેવા માટે જતા હતા. આ વખતે ગામ નજીક ભાનપુર પાલડીમાં રહેતા બળવંતસિંહ નટવરસિંહ સોઢા હાથમાં ધારીયુ લઈને આવેલા અને પ્રતાપભાઈના પિતાને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને જણાવ્યું કે કેમ મને ઠપકો કરેલો તેમ કહી તેના હાથમાંનુ ધારીયું પ્રતાપભાઈના પિતાને માથાના ભાગે ધારીયુ મારી દીધું અને લોહી લુહાણ કરી દીધા હતા.

ઘવાયેલા ભીખાભાઈ સોલંકીને ૧૦૮ મા નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. સમગ્ર બનાવ સંદર્ભે ઘવાયેલા ભીખાભાઈના પુત્ર પ્રતાપભાઈએ ચકલાસી પોલીસમાં હુમલો કરનાર બળવંતસિંહ સોઢા સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે, આ હુમલો કરનાર બળવંતસિંહ સોઢા આજથી એકાદ વર્ષ અગાઉ મારી બહેનને હેરાન કરતો હતો, આથી મારા પિતા ભીખાભાઈએ આ હેરાન કરનાર બળવંતસિંહને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું એફઆઈઆરમાં ઉલ્લેખ થયેલ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

માંગરોળ તાલુકામાં ઠેર ઠેર ફૂલ હાર, ફટાકડા, આતસબાજીથી વિજયોત્સવ મનાવાયો.

ProudOfGujarat

જે. કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ લી.ને અંદાજિત રૂ.2,215 કરોડનો મળ્યો ઓર્ડર…

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં નવા સંગઠનનાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!