Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહુધા મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વિરાટ જનસભા યોજી.

Share

આજે યોજાયેલ જનસભામાં મહુધા બેઠકના ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાએ ભાજપ તરફી મતદાન કરવા સહુ મતદારોને અપીલ કરી
આગામી 5 મી ડિસેમ્બરે જ્યાં બીજા ફેજમાં મતદાન થવાનું છે તે ખેડા જિલ્લાની મહુધા બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાના પ્રચાર્થે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, નડિયાદ અને મહુધા બેઠકના ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા હું અહીં આવ્યો છું. મહુધાના મતદારોએ નક્કી કરવાનું છે કે આપણો પ્રતિનિધિ કોણ હશે. કમળના નિશાન પર મત આપશો એ આવનારા પાંચ વર્ષ માટે ગુજરાતનું ભાવિ નક્કી કરનારો મત બની રહેશે. કોંગ્રેસના રાજમાં કોમી હુલ્લડો થતા કોંગ્રેસના રાજમાં કૌભાંડો સિવાય કંઈ જ નહોતું.

જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાલક્ષી કામો કર્યા, ગરીબોના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ, પીવાનું પાણી પહોંચાડવાનું કામ, ગરીબ પરિવારોમાં બીમારીની ચિંતા દૂર કરવાનું કામ, માં કાર્ડ,પીએમજય યોજના, 130 કરોડની જનતાને કોરોના સામે સુરક્ષા પુરી પાડવાનું કામ વગરે કામો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે. કોરોનામાં અને ત્યાર પછી ગરીબોના ઘરે મફત અનાજ આપવાનું કામ પણ ભ્રષ્ટચાર વિના થયું છે. ગુજરાતમાં સૌથી વધુ મૂડીરોકાણ, સૌથી વધુ સ્ટાર્ટ અપ થાય છે. કરફ્યુ ભૂતકાળ બની ગયો છે. ગુજરાતમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. વધુમા ગૃહમંત્રી અમિતભાઇ શાહે કોંગ્રેસના તૃષ્ટીકરણના રાજકારણને પણ આડે હાથ લીધી હતી. કાશ્મીરમાં 370 કલમ હટાવવાનું કામ ભાજપ સરકારની દેન છે. રામ મંદિરનું કામ પણ સુપેરે હાથ ધરાયુ છે. અંબાજી પાવાગઢ, કાશીવિશ્વનાથ, ઉજ્જૈન મહાકાલના વિકાસમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે કામ કર્યું છે. ત્યારે નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી લાવવા હાકલ કરી હતી.

આ જનસભાને સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ગોરધનભાઈ ઝાડફિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા સ્વાભિમાની છે અને સ્વાભિમાની જનતા ચૂંટણીમાં જવાબ આપવાનું જાણે છે. આ બેઠકમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,કેટલાક લોકો ઠાલા વચનો લઈને નીકળ્યા છે, કેટલાક મફત આપવા નીકળ્યા છે પરંતુ તે લોકોની નજર ગુજરાતની તિજોરી પર છે. એવા લોકોની નજરથી ગુજરાતને બચાવવું છે. આ ગુજરાત 27 વર્ષ પહેલાં કેવું હતું અને સતત 27 વર્ષ જનતાના આશીર્વાદથી ભાજપની સરકાર ગુજરાતમાં છે. જેમાં જનતાની સુખકારીમાં સતત વધારો થયો છે.માળખાગત સુવિધાઓ વધી છે. નર્મદા યોજનાનું કામ સુપેરે પૂરું થયું એ બધું જ શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારને આભારી છે.આપણે મહુધા સહિત ખેડા જિલ્લાની તમામ 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તેવું મતદાન કરવા ની આપણી સહુની જવાબદારી છે.આ જનસભામાં મહુધાના ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાએ ભાજપ તરફી મતદાન કરવા સહુ મતદારોને અપીલ કરી હતી.
આ સંમેલનમાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પણ મહુધાના ઉમેદવાર સંજયસિંહ મહિડાને ચૂંટી લાવી આ બેઠક પર પરિવર્તન લાવવા જનતાને અપીલ કરી હતી. આ સંમેલનમાં ગુજરાત ભાજપના મંત્રી જાનવીબેન વ્યાસ, નડિયાદ પાલીકા પ્રમુખ રંજનબેન, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, ભારત સિંહ પરમાર, મરીડા રાજ રાજેશ્વરી મેલડીમાતા મંદિરના ભૂવાજી, ધીરજસિંહ પરમાર, નટુભાઈ સોઢા, વિકાસભાઈ શાહ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, જયંતીભાઈ સોઢા, મહુધા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો વગેરે સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

લાખો રૂપીયાના ખેરના લાકડાની તસ્કરી ઝડપાઈ વન માફીયોમા હડકમ જાણો ક્યા….!!!

ProudOfGujarat

અમદાવાદ સહીત રાજ્યભરમાં વરસાદી માહોલ  વહેલી સવાર થી પવનો સાથે વરસાદી ઝાપટા વિવિધ વિસ્તારમાં…

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, ટાઇગર એકતા ગ્રુપના પ્રમુખ શંકર પટેલ સહિત 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!