Proud of Gujarat
Uncategorized

નડિયાદ : રોડ ક્રોસ કરતાં રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત.

Share

નડિયાદ તાલુકાના ગુતાલ ગામની સીમમાં પસાર થતાં નેશનલ હાઇવે ૪૮ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજરના કારનો ડ્રાઇવર અમીત રામકુમાર પટેલ કાર લઈને હાઈવે પર આવ્યા હતા. કાર હાઈવેની સાઈડમાં પાર્ક કરી અમીત સામે રોડ ક્રોસ કરતા હતા. આ દરમિયાન અમદાવાદ તરફથી આવતાં કોઈ અજાણ્યા વાહને અમીતભાઈને ટક્કર મારી હતી અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. કારની ટક્કર વાગતાં અમીતભાઈ ફંગોળાઈ ગયા અને રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આસપાસના લોકોએ તુરંત ૧૦૮ ને જાણ કરી હતી અને ટીમે સ્થળ પર પહોંચી તપાસતા અમીતભાઈ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકા સેવાસદન મામલતદાર કચેરી મા ભ્રષ્ટ અઘિકારી અને વચેટિયા રાજથી અરજદારો પરેશાન.

ProudOfGujarat

યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં “તુઝે દેખા તો યે જાના સનમ” ના સૂરથી મંત્રમુગ્ધ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે – DDLJ ની રિલીઝના 30 વર્ષ પૂરા થવા પર એક ખાસ ક્ષણ

ProudOfGujarat

શહેરા તાલુકામા સરકારી વિજ્ઞાનપ્રવાહની કોલેજ શરુ કરવા  વિદ્યાર્થીઓની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!