Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના બસ સ્ટેન્ડમાં ચોરીના ૩ મોબાઇલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડયો

Share

નડિયાદ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એ.રિષિન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળેલ કે નડિયાદ બસ સ્ટેન્ડમાં ડાકોર તરફ જવાના પ્લેટફોર્મ ઉપર એક ઇસમ બેસેલ છે જેની પાસે ચોરીના મોબાઇલ છે જેણે શરીરે કાળા કલરમાં સફેદ ફુલની ડિઝાઇનવાળું શર્ટ તથા કાળા કલરનું ફન્કી જીન્સ પેન્ટ પહેરેલ છે.  જે બાતમી આધારે  ઇસમને પકડી લેવામાં આવેલ. તેની પુછતાછ કરતાં તેણે પોતાનુ નામ સેવક અશોકભાઇ રાજનટ (મારવાડી) ઉવ.૨૮ રહે. નડિયાદ શાસ્ત્રીનગર, જવાહર નગર સીંધી સ્કુલની બાજુમાં નડિયાદ જેની પાસે અલગ અલગ કંપનીના કુલ- ૩ મોબાઇલ ફોન મળી આવેલ આ મોબાઇલ ફોનના બીલ માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ. અને મોબાઇલ ચોરીના હોવાની કબુલાત કરી હતી. ઇસમ પાસેથી ૩ મોબાઇલ ફોન મળી આવતાં  ઇસમને અટક કરી આગળની વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સીટી બસ વિવાદમાં ન્યાય ન મળતા રિક્ષાચાલકો આજ રાતથી હડતાળ પર ઊતરશે.

ProudOfGujarat

ભરૂચ:ફરી એકવાર વોર્ડ નંબર-૭ ચર્ચાનું કેન્દ્ર બન્યું.જાણો કેમ?

ProudOfGujarat

ભરૂચમાં રામાપીર નોમ નિમિત્તે નેજા ચઢાવાયા : જૂનીવાડીના રામાપીર મંદિરે ૪૦ વર્ષથી ચાલી આવતી પરંપરા યથાવત્; ૨૨મીએ રામાપીરની પાલખી નીકળશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!