Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોરમાં મકાનમાંથી વૃદ્ધની લાશ મળી આવવાની ઘટનામાં પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધાયો

Share

ડાકોરમાં એક મકાનમાંથી વૃદ્ધની લાશ મળી આવવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પી.એમ રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. તો પુત્રવધુએ સસરાની હત્યા કરી હોવાની શંકા મામલે ફરિયાદ ડાકોર પોલીસમાં નોંધાઈ છે.

ડાકોર ભગતજીનમાં રહેતા ૭૫ વર્ષિય જગદીશચંદ્ર જમનાલાલ શર્મા પોતે પોતાની પત્ની અને નાના પુત્ર તેમજ તેની પત્ની અને એક દિકરી સાથે રહેતા હતા. જગદીશચંદ્ર પોતે ઉપરના માળે આવેલ મકાનમાં રહેતા હતા. છેલ્લા બે દિવસથી તેઓ લાપતા બન્યા હતા. જેમાં તેમની દિકરીએ તેમના સૌથી મોટા પુત્ર વિજયભાઈને ફોન કરી કહ્યું કે પપ્પાની તબિયત હમણાંથી નાદુરસ્ત રહે છે તેઓ મહાગુજરાત હોસ્પિટલમાં જવાનું કહેતા હતા તો તેઓ ત્યાં ગયેલ છે ? એવી વાતચિત કરી હતી. ત્યારબાદ વિજયે પોતાના નાનાભાઈ અજયને ફોન કરી જણાવતાં તેઓએ ઉપરના માળે જઈને તપાસ કરતાં મકાનની બહારથી તાળું મારેલ છે અને રાજસ્થાન જમીન ખેડવાનું કહેતા હોય ત્યાં ગયા હશે તેમ જણાવ્યું હતું. જગદીશચંદ્રનો મોબાઈલ ફોન પણ બંધ હાલતમાં આવતો હતો અજયે પોતાના ઘરના ઉપરના મકાનમાં રહેતા પિતાને ત્યાં તપાસ કરતા ઘરમાં તાળું હતું અને બારી ખોલીને તપાસ કરતા ખુબ જ દુર્ગંધ આવતી હોવાની વાત પોતાના મોટાભાઈને કરી હતી અને વિજયભાઈ તથા તેમની પત્ની દોડી આવ્યા હતા અને મકાનનુ તાળુ તોડાવી તપાસ કરતાં અંદરથી આ જગદીશચંદ્રનો મૃતદેહ ઊંધા હાલતમાં મળી આવ્યો હતો. તેમના મૃતદેહમા જીવજંતુઓ પડી ગયા હતા અને સંપૂર્ણ ફોગાઈ જતાં ડી કંપોઝ હાલતમાં મળી આવ્યો હતો. જે બાબતે વિજયભાઈએ તુરંત ડાકોર પોલીસમાં જાણ કરતા પોલીસ બનાવ સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. પોલીસે સૌપ્રથમ અપમૃત્યુનો ગુનો નોંધ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ એટલે કે મરણજનારને માથાના ભાગે કોઈ પર્દાથ માર મારી મોત નિપજાવ્યું હોવાનું આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં વિજયભાઈ શર્માએ પોતાના નાનાભાઈ અજયની પત્નીએ હત્યા કરી હોવા બાબતે શંકા દર્શાવી આ મામલે શકદાર મનીષાબેન અજયભાઈ શર્મા સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચની નર્મદા ચોકડી પર વાહન ચાલકોને પોલીસ દ્વારા થતા દંડ બાબતે ટ્રાફિક પોલીસમાં કરણી સેનાની રજુઆત…

ProudOfGujarat

વડોદરા શહેરમાં છેલ્લા 5 વર્ષથી અલગ અલગ થીમ પર જનજાગૃતિનો કાર્યક્રમ

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એસ કુમાર વિદ્યાલય દ્વારા કલ્પેશ વાઢેરનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!