Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ મૈત્રી સંસ્થાના પટાંગણમાં ગાંધી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

નડિયાદની દિવ્યાંગો માટેની શારદા વેલફેર ટ્રસ્ટ સંચાલિત મૈત્રી સંસ્થા, તથા ચરોતર મિત્ર સાપ્તાહિકના સંયુક્ત ઉપક્રમે નડિયાદ પીજ ભાગોળ વિસ્તારમાં આવેલ દિવ્યાંગોની સંસ્થા મૈત્રીના પટાંગણમાં ગાંધી જયંતી અંતર્ગત સ્વચ્છતા અંતર્ગત શ્રમ દાન, દિવ્યાંગોની રેલી, તથા અપની મીટ્ટી અપના દેશનો ત્રિવેણી કાર્યક્રમ નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી મહેશ રાઠવા, મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલ પરમાર, નહેરુ યુવા કેન્દ્રના સંજય પટેલ, ચરોતર મિત્રના મેં. તંત્રી અને એનવાય કે ના રાષ્ટ્રીય યુવા કર્મી આલાપ તલાટીની ઉપસ્થિતિમાં યોજાયો.

આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા જિલ્લાના એનવાય કે ના રાષ્ટ્રીય સેવા કર્મીઓ ઉપસ્થિત રહી અમૃત કળશમાં ચોખા અને માટી અર્પણ કરાયા હતા. આ ઉપરાંત સ્વચ્છતા અને સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું . આ રેલી મૈત્રી સંસ્થાથી નીકળી મુખ્ય માર્ગો ઉપર ફરી કાર્યક્રમ સ્થળે પરત આવી હતી. જ્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતાના શપથ લીધા હતા. એન વાય કે ના મહેશ રાઠવા એ ત્રણેય કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રીની દુરં દેશી તથા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમજ આપી હતી. અને વડાપ્રધાનનો સંદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુક, બધીર, દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાથે રાખી આ કાર્યક્રમ કરાયો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કુરાઈ ગામે મોંઘવારીનાં મુદ્દે આજે રાંધણ ગેસનાં વધતા જતાં ભાવ વિશે કાર્યક્રમ રાખેલ હતો…

ProudOfGujarat

અંકલેશ્વરમાં પાર્ક કરેલી ફોરવીલર ના ચારેય ટાયરની ચોરી

ProudOfGujarat

મંગલિયાણા ગામે કુવામાથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!