Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” અમૃત કળશ યાત્રા” ના આયોજન અંગે મીટીંગ યોજાઈ

Share

જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “અમૃત કળશ યાત્રા”ના આયોજન અંગે તા.૦૫-૧૦-૨૦૨૩ ના રોજ મીટીંગ યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ખેડા જિલ્લાની ૫૨૨ ગ્રામ પંચાયતોમાં તા.૦૬ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન ગ્રામ પંચાયત કક્ષાએ અને નગરપાલિકાઓમાં વોર્ડ કક્ષાએ તથા તા.૧૪ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન તાલુકા પંચાયત અને નગરપાલિકા ખાતે કરવાના આયોજન અંગે કલેકટર દ્વારા સમીક્ષા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તેમજ સમાજના તમામ વર્ગો જેવા કે મહિલાઓ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, બક્ષીપંચ, ખેડૂતો પશુપાલકો, લઘુમતી વગેરે રાષ્ટ્રનિર્માણમાં મહત્વનો ભાગ ભજવે અને તેઓમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને અને સમાજની મુખ્યધારામાં વિશેષ ભાગીદારી બની રહે તે રીતે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ભાગ લે તે માટે કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Advertisement

જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા મીટીંગમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર  બી.એસ.પટેલ, ઈ.ચા. નિયામક વી.સી. બોડાણા, તમામ તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરઓ તથા અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચમાં ગણેશોત્સવ અને દિવાળીએ બે બંધ ઘરોને નિશાન બનાવી ₹5.70 લાખની મત્તાની ચોરી કરનાર સિકલીગર ગેંગના બે માસિયાઈ ભાઈ ઝબ્બે

ProudOfGujarat

ભરૂચના આમોદ અને જંબુસરમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા

ProudOfGujarat

ભરૂચ ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ૭૨ મો વન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!