Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે રાજ્ય પોલીસનાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટનો યોજાયો

Share

ગુજરાત રાજ્ય પોલીસનાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અતિ મહત્વનો પ્રોજેક્ટ એવો એસ.પી.સી સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટનો ઉદ્દેશ્ય બાળકોમાં શીસ્ત અને તેના સર્વાંગી વિકાસનો છે. જે અતર્ગત રાજ્યકક્ષાના કેમ્પનું આયોજન કરવાની જવાબદારી ખેડા- નડિયાદ પોલીસતંત્રને સોંપવામાં આવેલ. જે અંતર્ગત આ કેમ્પનું આયોજન ખેડા જિલ્લાના સેવાલિયા તાલુકામાં આવેલ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૩ થી ૨૭ નવેમ્બર ૨૦૨૩ સુધી કરવામાં આવેલ.આ કેમ્પને તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો જેમાં ગુજરાત રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર પંચમહાલ,મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય મળી કુલ ૧૩ જીલ્લા ના ૨૫૧ એસ.પી.સી કેડેટ નાઓએ ભાગ લીધો હતો જેમનું ટીમ ખેડા જીલ્લા પોલીસ દ્વારા વેલકમ કીટ આપી સ્વાગત કરવામાં આવેલ આ કેમ્પ દરમ્યાન બાળકોના સર્વાંગી વિકાસ અને સવાયા નાગરિક તરીકે ઘડતર થાય તે ઉદ્દેશથી તેમજ રાષ્ટ્રપ્રેમ અને સંગઠનની ભાવનાને મજબૂત કરી શકાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ. જેમાં દરરોજ સવારે આઉટડોર પ્રવૃત્તિઓ જેવી કે યોગ, પ્રાણાયામ, વ્યાયામ, સ્કોડડ્રીલ, શ્રમદાન દ્વારા સ્વચ્છતાનું મહત્વ અને ઇન્ડોર ક્લાસરૂમની વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે વકૃત્વસ્પર્ધા, ટ્રાફિક અને સાયબર ક્રાઇમ અવેરનેસના પ્રોગ્રામ, સેલ્ફ ડિફેન્સની તાલીમ, ગ્રુપ ક્વિઝ, નાઈટ કેમ્પ ફાયર, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તેમજ આ કેમ્પમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાત વક્તાઓ બોલાવીને બાળકોના જીવન ઘડતરના મૂલ્યો તેમજ કારકિર્દી ઘડતરનો ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

એસ.પી.સી.કેમ્પમા ભાગ લીધેલ તમાંમ કેડેટને પુરાતત્વ વિભાગની રૈયોલી ખાતે આવેલ ડાયનાસોર પાર્કની મુલાકાત કરાવેલ. આ કેમ્પમાં આજરોજ તા ૨૬ નવેમ્બર ૨૦૨૩ નાં રાજ્યની ચેતક કમાન્ડો ની ટીમ દ્વારા ટાટા લેક અને ડીપી વાહનોનો ટેબલો સાથે, રેપલિંગ, સ્લેધરિંગ, બસ ઇન્ટરવેશન ડેમો, સ્નાઈપર એક્ટિવિટી, બી.ડી.ડી.એસ.ના સાધનો, આઈ.ઈ.ડી.ના મોડેલ્સ, અતિ આધુનિક શસ્ત્રપ્રદર્શન કરવામાં આવ્યું. ચેતક કમાન્ડોના આ પ્રદર્શનમાં ડી.વાય.એસ.પી.પી.જી.ધારૈયા, ડી.વાય.એસ.પી  પી.આર.સાંગાણી, પી.આઇ વી.કે.પરમાર, પીઆઇ એસ.વી.ખાચર અને ચેતક કમાન્ડોના ૬૨ જવાનોની મહત્વની ભૂમિકા રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી ખેડા નડિયાદના માર્ગદર્શન નીચે આર.પી.આઈ  એમ.આર.પરમાર, પીએસઆઇ  ડી.બી.રાઓલ, પીએસઆઇ એ.બી.મહેરીયા તથા નવોદય સ્કૂલના વ્યા યામ શિક્ષક સી.પી.ઓ જયેશભાઈ દેસાઈ તેમજ તમામ જિલ્લાના સીપીઓ અને ડીઆઇઓનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે તેમજ જય જલારામ ઇન્ટરનેશનલ
સ્કૂલના ટ્રસ્ટી દીક્ષિતભાઈ પટેલ અને તેમના સમગ્ર સ્ટાફનો પણ ખૂબ જ સહયોગ રહ્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંગરોળ : ઉંમરપાડા તાલુકામાં કોરોનાનો કહેર વધ્યો ઝંખવાવની કોરોના ગ્રસ્ત મહિલાનું મોત.

ProudOfGujarat

વડોદરામાં મહિલાઓને મુશ્કેલીમાંથી મદદ કરતાં 181 અભયમના મનીષા પરમાર.

ProudOfGujarat

નર્મદાના તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ મંદિર ખાતે 74 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!