Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે નિ:શુલ્ક કેમ્પ યોજાયો.

Share

શ્રી સંતરામ મંદિર નડિયાદ નેત્ર ચિકિત્સાલય લઇ ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદથી મોઢાના… ચહેરાના… તથા જડબાના રોગોના તપાસ માટેનો નિશુલ્ક કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૫૦ ઉપરાંત દર્દીઓએ નિ:શુલ્ક તપાસ કરાવી હતી.

કેમ્પનું ઉદઘાટન પરમ પૂજ્ય સંત  નિર્ગુણદાસજી મહારાજે દિપ પ્રગટાવી કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગપતિ- દાનવીર ઈપ્કોવાળા દેવાંગભાઈ પટેલ, નેત્ર ચિકિત્સાલય ના રમણ કાકા, અગ્રણી કાર્યક્રર ભુપેન્દ્રભાઈ દેસાઈ, વિજયભાઈ સરૈયા , તથા અમદાવાદથી ખાસ ડો. રિધ્ધીબેન માતરીયા, ડો. વિપુલ નગવાડીયા એ દર્દીઓને તપાસ્યા હતા, નિદાન પછીની સારવાર પણ જરૂરિયાત મંદોને રાહત દરે થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આવેલ ડોક્ટરોએ જણાવ્યું કે પાન ગુટખા મસાલા સિગરેટના સેવનથી ઉપરોક્ત રોગો થઈ શકે છે. આ કેમ્પ શ્રી સંતરામ મંદિર સંચાલિત નેત્ર ચિકિત્સાલયમાં શરૂ કરાયેલ દાંત વિભાગમાં કરવામાં આવ્યો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક પર કયા ઉમેદવારને કેટલા મત મળ્યા?.જાણો વિગતે…

ProudOfGujarat

યાત્રા ધામ ખાતે દારૂ અને જુગારની બદી બંધ કરાવવા આવેદન પત્ર પાઠવવા પડે છે.યાત્રા ધામ અંગારેશ્વર, શુક્લતીર્થ, નિકોરા, મંગલેશ્વર, જનોર વિસ્તારમાં ઇંગલિશ દારૂ ,જુગાર ,સટ્ટા બેટિંગ બંધ કરાવવા બાબતે અંગારેશ્વર ગ્રામ પંચાયતના સભ્યોએ આવેદન પત્ર પાઠવાયું….

ProudOfGujarat

લીંબડીનાં સ્પોર્ટસ સંકુલ ખાતે હોકી, કબ્બડ્ડી, અને વોલીબોલની તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!