Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગમાં તૌકતે વાવાઝોડાથી કેળ અને કેરીના પાકો થયા નષ્ટ…

Share

પ્રાપ્ત માહિત મુજબ સમગ્ર રાજ્ય કોરોના સંકમણના દર્દીઓના વધારાની સાથે એકાએક તૌકતે વાવાઝોડાની ઝપેટમાં આવતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, છેલ્લા બે દિવસથી પવન તેજ ગતિએ ફુંકાતા ઘરના છાપરાના પતરા-નડીયા ઉડવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સહિત ઉડતી ધુળની ડમરીઓથી રહીશોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે,

તેજ ગતિના વાવાઝોડાના કારણે વીજ કંપનીના વાયરો તુટી પડવાથી છેવાડાના ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો, ભારે ગરમી-બફારાના કારણે રહીશોની હાલત બદ્દતર બની જવા પામી હતી.

જેમાં મુખ્યત્વે તૌકતે વાવાઝોડાની મુખ્ય અસર ખેતી ઉપર પડી રહી હતી, જેમાં કેળનો તૈયાર પાક જમીનદોસ્ત થઇ ગયો હતો, અને કેરીના ઝાડ ઉપરથી કેરીઓ ખરી પડી હતી, ૮૦ ટકાથી વધુ કેરી અને કેળના પાકને નુકસાન પહોંચ્યાનું અનુમાન સેવાઇ રહ્યું છે, ખેડુતને ખાતર, બિયારણ અને ખેતમજુરી ફણ માથે પડી હતી, ખેડુતોની દયનીય હાલત બની વળતરની માંગ કરી રહ્યા છે, તૌકતે વાવાઝોડાની અસર હાલ પણ વતૉઇ રહી છે, આવનાર સમયમાં ભારે નુકસાન થઈ શકે છે.

Advertisement

Share

Related posts

ગોલ્ડન બ્રિજના ઉત્તર છેડે સ્કોડા જેવી વૈભવી કારમા વિદેશી દારૂ ઝડપાયો જાણો વધુ વિગતો…

ProudOfGujarat

ખેડા પાસે ટેમ્પીએ મોટરસાયકલને ટક્કર મારતાં પિતા-પુત્ર પૈકી પિતાનું મોત નિપજ્યું

ProudOfGujarat

નર્મદા તથા છોટાઉદેપુર જીલ્લામાં ઘરફોડ ચોરી કરતા સીકલીગર ગેંગના સભ્યો પાસામાં ધકેલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!