Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં ધાણીખૂંટ ધારીયા ધોધ ખાતે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી પડયાં…

Share

કુદરતી વાતાવરણ અને સુંદરતાનું નજરાણું ચોમાસા અને તેની બાદની ઋતુઓમાં જોવા મળતું હોય તો તે અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળે છે, ચોમાસાની ઋતુ બાદથી આ વિસ્તારો સોળે કળાએ ખીલી ઉઠે છે, ડુંગર પર સુંદર ઝુંપડા અને વરસાદી માહોલ બાદથી વૃક્ષોની લીલીછમ ચાદર અને ડુંગરોના કોતરોમાંથી વહેતા નીર અહીંયા આવતા પ્રવાસી માટે આકર્ષણ ઉભું કર્યું છે.

ભરૂચ અને નર્મદા જિલ્લાના અનેક એવા અંતરિયાળ વિસ્તાર છે જે દિવાળીની રજાઓમાં હાલમાં હરવા ફરવા માટે અને શાંત વાતાવરણમાં માનસિક તણાવને દૂર કરવા માટે પ્રવાસીઓ માટેની પહેલી પસંદ બન્યા છે, એ જ પ્રકારનું એક સ્થાન છે નેત્રંગ તાલુકામાં આવેલું થવા ગામ નજીકનું ધાણીખૂંટ ગામ જ્યાં ધારીયા ધોધમાં આવેલા કોતર વચ્ચેના નિરે ભારે આકર્ષણ ઉભું કર્યું છે.

દિવાળી તહેવારની રજામાં મોટી સંખ્યામાં દૂરદૂરથી પ્રવાસીઓ ધારિયા ધોધ ખાતે ઉમટી પડ્યા હતા અને પોતાનો સમય આ કુદરતી વહેતા ધોધ વચ્ચે પસાર કરી રજાઓનો આનંદ લૂંટયો હતો, પ્રવાસીઓના ઉમટેલા ટોળાંના કારણે સ્થાનિકોમાં પણ એક અનેરો માહોલ છવાયો હતો સાથે જ પ્રવાસીઓના કારણે સ્થાનિકોને પણ રોજી રોટી માટેના અવસર ઉભા થયા હતા.

હારૂન પટેલ-ભરૂચ

Advertisement

Share

Related posts

સુરત: ભાઠે વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના 16માં માળે આગ લાગી: ફાયરની 8 ગાડીઓએ આગ કાબુમા લીધી

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અને પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરૂચની SVMIT કોલેજએ વિશ્વમાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી. જાણો કઇ ? કેવી રીતે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!