Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નેત્રંગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય.

Share

નેત્રંગ તાલુકાની સૌથી મોટામા મોટી નેત્રંગ ગ્રામપંચાયતની ચુંટણી ચાલુ સાલે ભારે રસાકસી વાળી રહી હતી. જેને લઇને ભાજપા સમર્થનવાળા સરપંચનો માત્ર ૪૬ મતે વિજય મેળવી તાજ શીરે કરતા ટાઉન ભરમા આનંદની લાગણી ફરી વળી છે. તો બીજી તરફ ઉપસરપંચ પદનો તાજ શીરે ધારણ કરવા જોડતોડની નીતિ શરૂ થઇ ગઈ છે. ૧૯ ડિસેમ્બરના રોજ નેત્રંગ ગ્રામપંચાયત સહિત તાલુકાની ૩૪ ગ્રામપંચાયતની યોજાયેલ ચુંટણીના પરીણામો ચોંકાવનારા આવ્યા છે. મોટે ભાગે પરીવર્તન થયુ છે. તાલુકાની સૌથી મોટી નેત્રંગ ગ્રામપંચાયતમા સરપંચ પદનો તાજ શીરે કરવા પાંચ ઉમેદવારો ચુંટણી મેદાનમા હતા. જે કોગ્રેસ, ભાજપાના સમર્થન વાળા બે ઉમેદવારો હતા, હાલના ચાલુ ટમના મહિલા સરપંચના પતિ સહિત અન્ય બે ઉમેદવાર હતા. મત ગણતરી રસાકસી પુણઁ રહી હતી. જેને લઇ મોડી રાત્રી એ પરીણામ જાહેર થયુ હતુ. જાહેર થયેલા પરિણામ પ્રમાણે ગ્રામપંચાયતના કુલ ૧૪ વોર્ડ સભ્યોમા કોગ્રેસ સમર્થનવાળા સાત સભ્યોના તેમજ ભાજપા સમર્થનવાળા છ સભ્યોનો અને એક અપક્ષ સભયોનો વિજય થયો છે.

સરપંચ પદનો તાજ ભાજપા સમર્થનવાળા હરેન્દસિહ ભગવાનસિંહ દેશમુખના શીરે માત્ર કોગ્રેસના ઉમેદવારની સામે ૪૬ મતે ગયો છે. હરેન્દસિહ ભગવાનસિંહ દેશમુખને કુલ ૧૯૨૪ મત પ્રાપ્ત કર્યા જયારે પ્રવિણભાઇ અંબુભાઇ વસાવા એ ૧૮૭૮ મત પ્રાપ્ત કર્યા. બાલુભાઈ કલમભાઇ વસાવાને ૯૦૪ મત મળ્યા પંકજકુમાર કાંતીભાઇ વસાવાને ૨૬૨ મત મળ્યા અને હરીસીંગ રુપસીગ વસાવાને ૫૩ મત મળ્યા હતા. આમ કોગ્રેસના ઉમેદવારની સામે ભાજપાના ઉમેદવારનો માત્ર ૪૬ મતે વિજય થયો હતો.

Advertisement

નેત્રંગ ગ્રામપંચાયતમા ચુટાયેલા સભ્યોના નામ વોર્ડ નંબર (૧) ભાટીયા પ્રરેશભાઇ ઉફે ટીનો કાંતીલાલ (૨) સુમનબેન દલસુખભાઇ વસાવા (૩) સુરેખાબેન મનહરભાઇ પાટણવાડીયા (૪) અક્ષયકુમાર પ્રવિણભાઇ લાડ (૫) કિરીટકુમાર કુવરજીભાઇ વસાવા (૬) પટેલ સ્નેહલકુમાર નરેન્દ્રભાઇ વકીલ (૭) દક્ષાબેન સ્નેહલભાઇ વસાવા (૮) રાજુભાઇ ભાઇલાલભાઇ પરમાર (૯) સીમાબેન વિનોદભાઇ પટેલ (૧૦) જીતેન્દ્રકુમાર ઉફે જીતેન બુધીયાભાઇ વસાવા (૧૧) મીનાબેન મહેન્દ્રભાઇ વસાવા (૧૨) રીનાબેન સુનીલભાઇ વસાવા (૧૩) નિલોફરબેન રુસતમભાઇ મકરાણી (૧૪) રાજુભાઇ મુસ્તુફા દિવાન. આમ નેત્રંગ ગ્રામપંચાયતમા કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહિ મળતા ઉપસરપંચ પદનો તાજ કોણ છીનવી લેશે તે બાબતે ટાઉનભરમા ચર્ચાઓનુ અફવા બજાર હાલ જોરશોરમા ચાલી રહયુ.


Share

Related posts

કાલોલના સરકારી ગોડાઉનમાં ઓડીટ દરમિયાન અનાજની બોરીઓની ઘટ આવતા કૌભાંડની આંશકા.

ProudOfGujarat

બુટલેગરો બન્યા વ્યાજખોરો – ભરૂચનાં મોટાભાગનાં લારી ધારકો ચક્રવ્યુમાં ફસાયા..?

ProudOfGujarat

जहीर इकबाल फ़िल्म “नोटबुक” के साथ बॉलीवुड में अपना डेब्यू करने के लिए पूरी तरह से है तैयार!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!