Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : કાંટીપાડાથી વડપાન ગામ સુધીનો ૩ કિમી રસ્તો આઝાદીના ૭૩ વર્ષથી બન્યો નથી.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના સાતપુડા ડુંગરના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના ગામેે-ગામ જવાબદાર લોકોની કામગીરી પ્રત્યેની નિષ્કાળજી અને ગોબાચારીના કારણે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા જણાઇ રહ્યા છે, હલકી કક્ષાનું મટીરીયલનો ઉપયોગ કરતાં વરસાદી પાણીમાં રસ્તાનું ભારે ધોવાણ થાય છે,પરંતુ કમનસીબે સરકારીતંત્ર દ્વારા કોઇ નક્કર પગલા ભરવામાં આવતા નથી, જેમાં મુખ્યત્વે નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ કાંટીપાડા ગામનાં પાટીયા પાસેથી વડપાન-ફોકડી ગામને જોડતો રસ્તો આવેલ છે,જે નેત્રંગ-રાજપારડી રોડને જોડે છે,ડુંગરાળ અને આજુબાજુ ખેતીવાડી વિસ્તાર હોવાથી રાહદારીઓ મોટેભાગે પગદંડીનો જ સહારો લેવો પડે છે,ચોમાસામાં ભારે વરસાદી પાણીના કારણે આ રસ્તો બંધ થઇ જતાં લોકોને અવરજવર કરવા માટે ભારે હાડમારીનો સામનો કરવો પડે છે,જેમાં એક સ્થાનિક રહીશે સંવાદમાં જણાવ્યું હતું કે,આઝાદીના ૭૩ વર્ષ પછી પણ આ રસ્તાનું નિર્માણકાર્ય કરાયું નથી,અને જવાબદાર લોકો દ્વારા પછાત અને અંતરિયાળ વિસ્તારને સતત અન્યાય કરવામાં આવે છે,તેવા ગંભીર આક્ષેપ કરાયા છે,આઝાદીના સાત દાયકા કરતાં વધુ સમય પસાર થવા છતાં રસ્તાનું નિમૉણની કામગીરી નહીં થતાં સ્થાનિક રહીશો,વાહનચાલકો અને રાહદારીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે,આગામી ટુંક સમયમાં આ રસ્તાની નિમૉણની કામગીરી થાય તેવી લોકમાંગ છે,જ્યારે આ રસ્તાનું નિમૉણ થવાથી બસ,મોટરસાઈકલ અને નાના-મોટા માલધારી વાહનો બારોબાર નેત્રંગ ગામમાં પ્રવેશ કર્યા વગર રાજપારડી,ઝઘડીયા,અંકલેશ્વર પસાર થઇ શકે છે,જ્યારે બાયપાસ રોડ તરીકે ઉપયોગ થવાથી નેત્રંગ ચારરસ્તા ઉપર વાહનનું ભારણ ઘટશે,અને ટ્રાફિકજામની સમસ્યા પણ હળવી બનશે,તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઇ.વી.એમ મશીનોમાં ગરબડનાં આક્ષેપ સાથે બીટીપી એ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ હલદરવા ગામ પાસે રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો ..

ProudOfGujarat

નર્મદાની આદિવાસી યુવતીની માનવતાને સલામ : લગ્ન માટે રાખેલા પૈસા જમીન છોડાવવા આપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!