Proud of Gujarat
FeaturedGujaratINDIA

 નેત્રંગ ગ્રામ પંચાયતનાં ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી માત્ર ૧૩૦ ચાલુ છે, બાકીમાં પાણી સુકાતા પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ઉનાળાની સિઝનમાં ભારે ગરમીનાં પ્રકોપનાં કારણે જનજીવન ઉપર માઠી અસર પડી રહી છે. નેત્રંગ તાલુકામાં નદી-નાળા, તળાવ, ચેકડેમ, બોર અને કુવામાં પાણીનાં સ્તર ભુગભૅમાં ઉતરી જતા સિંચાઈ-પીવાનાં પાણીની સમસ્યાઓ પ્રકાશમાં આવી રહી છે. જેમાં નેત્રંગ તાલુકા મથકનાં જીનબજાર, જવાહર બજાર, ગાંધીબજાર અને લાલમંટોડી વિસ્તાર સહિત સમગ્ર ગામમાં વસવાટ કરતાં રહીશોમાં પીવાના પાણી બાબતે હાહાકાર મચી જવા પામ્યો છે, જેમાં ગ્રામ પંચાયતનાં સતાધીશો પાસેથી મળતી માહિતી મુજબ નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તક ૧૩૦-૧૩૫ બોર-મોટર છે, જેમાંથી માંડ ૯૦-૧૦૦ બોર-મોટર ચાલુ છે,જ્યારે ૬૦ હેન્ડપંપમાંથી માત્ર ૪૦-૪૫ હેન્ડપંપમાંથી પાણી નીકળે છે અને ગ્રામ પંચાયતનાં ૩ કુવામાં પણ પાણીનાા સ્તર ભુગભૅમાં ઉતરી જવાથી આવનાર ટુંક સમયમાં જ નેત્રંગ ગામમાં પીવાના પાણી બાબતે કકળાટની સાથે ગ્રામ પંચાયતનાં સતાધીશો અને રહીશો વચ્ચે ઘષૅણનાં એંઘાણ જણાઇ રહ્યા છે, અને નાણાકીય અછતનાં કારણે ૧૫ બોર-મોટરમાં મીટર મુકાયા નથી. જ્યારે બીજી બાજુએ નેત્રંગ વિસ્તારમાં ઉનાળાની ભયંકર ગરમીનાં કારણે પાણી સ્તર તેજ ગતિએ ભુગર્ભમાં ઉતરી રહ્યા છે,અને બોર-મોટર,કુવામાં પાણીની અછત જણાઈ રહી છે, જેમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જવાબદાર વિભાગ દ્વારા માત્ર ૩૫૦-૪૦૦ ફુટ બોર કરવાની મંજુરી મળે છે,પરંતુ નેત્રંગ ગામમાં ૭૦૦-૯૦૦ ફુટે માંડ-માંડ પાણી મળતું હોય છે,તેવા સંજોગોમાં મોટેભાગનાં બોર-મોટર શોભાના ગાઠીયા બની ગયા છે, નાણાંનો વેડફાટ થાય છે, જેથી આગામી ટુંક સમય જવાબદાર વિભાગનાં અધિકારીઓ અને ગ્રામ પંચાયતનાં સતાધીશો પાણીના ટેન્કર મારફતે જરૂરીયાતમંદ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે, અને બોર-મોટરનું પાણી કુવામાં નાંખીને પાણીનો જથ્થો સંગ્રહ કરીને ઘરદીઠ પહોંચાડવામાં તેવી લોકમાંગ ઉઠી છે.

Advertisement :

Advertisement

Share

Related posts

થામ નજીક બોલેરો પીકઅપની ટક્કરે યુવકનું મોત, બે મિત્રો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ-પારસીબંધુઓએ કરી નવા વર્ષની ઉજવણી-એક બીજાને નવરોઝ મુબારક પાઠવી પર્વની હર્ષોઉલાસ સાથે ઉજવણી કરી

ProudOfGujarat

અંકલેશ્વરમાં વાલીયા ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નું નિરાકરણ ન થતા જાગૃત નાગરિકે મામલતદારને લખ્યો પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!