Proud of Gujarat
FeaturedGujaratINDIA

હોસ્પિટલમાં સૂતેલા મનમોહન સિંહને જોઈને ગુસ્સે થઈ દીકરી, કહ્યું – મારા પેરન્ટ ઝૂના જાનવર નથી

Share

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પુત્રી દમન સિંહે પોતાના પિતાની સારવાર દરમિયાનની તસવીર શેર કરવા બાબતે આકરી પ્રતિક્રિયા જણાવી છે. ધ ટેલિગ્રાફને આપેલા એક ઇન્ટરવ્યુમાં દમન સિંહે કહ્યું હતું કે મારા પેરન્ટ મુશ્કેલભરી સ્થિતિનો સામનો કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વૃદ્ધ છે, ઝૂના જાનવર નથી. ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ હાલમાં દિલ્હી AIIMS દાખલ છે. બુધવારે સાંજે તેમની તબિયત અચાનક બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હવે સ્થિર છે, પરંતુ તાજેતરમાં તેમની પુત્રી દમણ સિંહે તેમના પિતાના સ્વાસ્થ્ય અને ગોપનીયતાને લગતા વિષય પર નારાજગી વ્યક્ત કરી છે.
આનું કારણ એ છે કે મનમોહન સિંહની બીમાર હાલતમાં હોસ્પિટલની તસવીર સાર્વજનિક છે.
હકીકતમાં, તાજેતરમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા મનમોહન સિંહને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે મનમોહન સિંહ સાથે એક તસવીર લીધી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. આ તસવીરમાં મનમોહન સિંહ બીમારીને કારણે ખૂબ જ નબળા દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની પુત્રી દમણ સિંહે બિમાર અવસ્થામાં તેના પિતાની તસવીર સાર્વજનિક કરવામાં આવતા નારાજગી વ્યક્ત કરી છે. લોકોના આકરા પ્રત્યાઘાત બાદ મનસુખ માંડવિયાએ પોતાના સોશિયલ મીડિયા પરથી આ તસવીર કાઢી નાખી છે.
ડો. મનમોહન સિંહની દીકરી દામન સિંહે મનસુખ માંડવિયાએ ફોટો શેર કર્યો, તે મુદ્દે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારી માતા ખૂબ પરેશાન છે. મારા પિતાને ડેન્ગ્યુ થયો છે. તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, ત્યારે અધિકારીઓ સાથે ફોટોગ્રાફરને લઇને મંત્રી ફોટા પડાવે તે યોગ્ય નથી. તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવું જોઈએ. મારા પિતા ઝૂમાં મૂકાયેલા કોઈ પ્રાણી નથી!

Advertisement

Share

Related posts

કરજણના વલણ ગામે ચોથો હિજામા કેમ્પ યોજાયો

ProudOfGujarat

નડિયાદ : મહેમદાવાદ પાસે કાર આઇસર સાથે ભટકાઇ, ત્રણના ઘટના સ્થળે જ મોત.

ProudOfGujarat

ઝઘડિયાના જુનાપોરા ગામે મગરના હુમલામાં મરણ પામનાર યુવકના પરિવારને રૂ.પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!