Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરપાલિકાનાં ૨ અને તાલુકાનાં ૧ વિસ્તારો પરથી ક્લસ્ટર કન્ટેઇનમેન્ટનાં નિયંત્રણો દૂર કરતો હુકમ કરવામાં આવ્યો.

Share

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાનાં ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૩ વિસ્તારોને ક્લસ્ટર મુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. ગોધરા નગરપાલિકાનાં ૨ અને ગોધરા તાલુકાનાં ૧ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ બંને વિસ્તારોમાં તા. ૩૦/૦૫/૨૦૨૦ના રોજ કોવિડ-૧૯ નાં નોંધાયેલ પોઝિટિવ કેસ બાદ છેલ્લા ૨૮ દિવસનાં સમયગાળા દરમિયાન કોઈ નવો કેસ ન આવવાની બાબતને ધ્યાનમાં લઈને તેમને કોરોના પ્રભાવિત વિસ્તારોની યાદીમાંથી બાદ કરવામાં આવ્યા છે. ગોધરા નગરપાલિકાની તુલસીશ્યામ સોસાયટીનાં ૫૫ ઘરની ૧૫૫ ની વસ્તીને, સતકૈવલ સોસાયટીના ૪૮ ઘરની ૧૩૧ ની વસ્તીને તેમ જ ગોધરા તાલુકાનાં વાવડી બુઝુર્ગ ગામની શ્રી કૃષ્ણકુંજ સોસાયટીનાં ૧૪ ઘરોની ૬૪ ની ક્લસ્ટર ક્વોરેન્ટાઈનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ મળી આવવાના પરિણામે અત્યાર સુધી કુલ ૯૯ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી અત્યારની સ્થિતિએ કુલ ૩૩ વિસ્તારોને છેલ્લા ૨૮ દિવસોથી કોઈ પોઝિટીવ કેસ ન મળી આવવાના પરિણામે ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. બાકી રહેલા ૫૨ વિસ્તારો ક્લસ્ટર ક્વોરેન્ટાઈન છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના બામણગામ પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવારનું કરૂણ મોત.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આદીવાસીઓ દ્વારા હોળીના દિવસે ગોસાઈ બનવાની અનોખી પરંપરા

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીના છબરડાને કારણે 500 વિદ્યાર્થીઓનું ભાવી મુશ્કેલીમાં, ફી ભરી હોવા છતા ન મળી હોલ ટીકીટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!