Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજમાં મોહરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મોહરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરાઇ હતી. આજથી ૧૪૪૪ વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે પ્રાણ ન્યોછાવર કરનાર હજરત ઇમામ હુસૈન, હજરત ઇમામ હસન તેમજ તેઓના ૭૨ જાંબાઝ સાથીઓ ઇસ્લામને બચાવવા માટે જંગ છેડ્યો હતો. જેમાં સત્યની સામે અસત્યની હાર થઈ હતી. આજે સદીઓ વીતવા છતાં શોહદા એ કરબલાના શહીદોની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

મોહરમ પર્વ નિમિત્તે નગરની મક્કા મસ્જિદ, નુરે મોહમંદી મસ્જિદ, ગૌસિયા મસ્જિદ, ફૈઝાને મદીના મસ્જિદ, દફતરી મસ્જિદ તેમજ મસ્જિદે મોહદ્દીસે આઝમ ખાતે વિશેષ નવાફિલ નમાઝ અદા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. મક્કા મસ્જિદમાં કમિટી દ્વારા જિક્ર શરીફનો વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મક્કા મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના મોહમ્મદ અલી અશરફીએ વિશેષ દુઆ ગુજારી હતી. મોહરમ પર્વ નિમિત્તે નગરમાં ઠેર ઠેર સરબતની સબિલો લગાવવામાં આવી હતી.

Advertisement

નગરના જહાંગીર પાર્ક, રાજા નગર, રિલીફ કમિટી વસાહત, ડુંગળીપાળ, જુના કબ્રસ્તાન, આઝાદ નગરી, નવી નગરી ખાતે કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા હતા. ઢળતી સાંજે તાજિયાના જુલૂસ નગરના માર્ગો પર નીકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. પંથકના સાંસરોદ, હલદરવા, વલણ, માંકણ, ઇખર, મેસરાડ, કંબોલી, ટંકારીયા વગેરે ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરાઇ હતી. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી.


Share

Related posts

અમદાવાદ : ઉત્તરવહી ગુમ થવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટીના પટાવાળાની ધરપકડ, મુખ્ય બે આરોપી હાલ પણ ફરાર

ProudOfGujarat

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ-૨૦૨૩ ને પ્રાથમિક ધાન્યના આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!