Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઇદે મિલાદ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

આગામી રવિવારના રોજ મુસ્લિમ સમાજના ઇદે મિલાદ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર બી. એમ. પાટીદારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ઇદે મિલાદ પર્વ ભાઇચારા તેમજ કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા અપીલ કરી હતી.

સાથે સાથે કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા વિશેષ સૂચન કર્યું હતું. ઇદે મિલાદ પર્વ સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા અપીલ કરી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઇદે મિલાદ ઝુલુસના આયોજકો મુસ્તુફાભાઇ લાંગિયા, હાજી ઝફુરખાં પઠાણ, ઇકબાલ ટેલર, રઇસ વકિલ, મોહસીન કાપડિયા, ઇમરાન કાપડિયા, ગુલામ બાપુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચની એમ.કે કોમર્સ કોલેજમાં આવકવેરા જાગૃતિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

આમોદ કોંગ્રેસ મા રાજકીય ભુકંપ-નગર પાલિકા ના સદસ્યોએ આપ્યા રાજીનામાં-કોંગ્રેસ માં કકળાટ.

ProudOfGujarat

નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સમગ્ર ભરૂચ જિલ્લામાં ફરી રહ્યો છે ‘અવસર રથ’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!