Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ : સાસરોદ હાઇસ્કુલ જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળતાં ઉજવણી કરાઈ.

Share

પાલેજ નજીક કરજણ તાલુકાની સસરોદ હાઇસ્કુલમાં બુધવારનાં રોજ શ્રેષ્ઠ પ્રતિયોગીતા એવોર્ડ વડોદરા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ શાળા સંચાલકોએ ઉજવણી કાર્યક્રમનું આયોજન કર્યું હતું.કરજણ તાલુકાની સસરોદ હાઈસ્કૂલને જિલ્લાની શ્રેષ્ઠ શાળા નો એવોર્ડ મળતા શાળા સંચાલકો તેમજ શિક્ષક સ્ટાફમાં આંનદ વ્યાપી જવા પામ્યો હતો.આ પ્રસંગે શાળામાં નાનાં ભૂલકાંઓ માટે તૈયાર કરવામાં આવેલા ગાર્ડનને પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.સસરોદ મુસ્લિમ કમિટી સંચાલિત સસરોદ હાઇસ્કુલમાં યોજવામાં આવેલાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એન.આર.આઇ નાગરિકો સખીદાતાઓ ગામાનાં નાગરિકો વાલીઓ ઉપસ્થિત રહી જિલ્લામાં શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ સંચાલક મંડળને તેમજ શિક્ષકબધું ઓને અભિનંદન પાઠવ્યા હતાં,આ પ્રસંગે શાળા સંચાલક મંડળમાં પ્રમુખ ઐયુબભાઈ બાવલા ઉપપ્રમુખ હૈદરભાઈ પટેલ (કોચા)તેમજ દાઉદભાઈ પટેલ,ગામ અગ્રણી હુસેન ભાઈ સાલેહ,ગનીભાઈ લાખા પંચાયત સરપંચ ઇસ્માઇલભાઈ હશન ગટા,બાબુભાઇ બાવલા તેમજ તલાટી ઉપસ્થિત રહ્યા હતાં.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદ : જિલ્લા કલેટરના અધ્યક્ષસ્થાને મતદાર સાક્ષરતા જાગૃતિ અંગે બેઠક યોજાઈ.

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલામાં સામાન વેચતા વેપારીઓ સામે કાર્યવાહી.

ProudOfGujarat

ભરૂચના તવરા પાંચ દેવી મંદિરથી જવારાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!