Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ : વલણ હોસ્પિટલ ખાતે એન.આર.આઈ ભાઈઓનો સન્માન સમારોહ યોજાયો, હોસ્પિટલને 20 લાખની એમ્બ્યુલન્સ ભેટ આપી.

Share

પાલેજ નજીક આવેલ વલણ હોસ્પિટલ ખાતે વિદેશથી માદરે વતન પધારેલા બિન નિવાસી ભારતીય અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો હતો, આ પ્રસંગે એન.આર.આઈ ભાઈઓ દ્વારા હોસ્પિટલને નવી આઈ.સી.યુ એમ્બ્યુલન્સ ભેટ ધરી હોસ્પિટલના આધુનિકરણ તરફ મદદ પુરી પાડી હતી. કરજણ તાલુકાના વલણ ગામે બુધવારના રોજ વિદેશથી પધારેલા એન.આર.આઈ ભાઈઓના માન સમ્માનમાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશોમાં સ્થાયી થયેલા ભરૂચ અને વડોદરા જિલ્લાના મુસ્લિમ સમાજના એન.આર.આઈ ભાઈ બહેનો દ્વારા વિદેશમાં રહી દેશની વિવિધ માનવ કલ્યાણલક્ષી સંસ્થાઓમાં પોતાના નાણા આપી વતનનું ઋણ અદા કરતા હોય છે.જે અંતર્ગત વલણ સોશિયલ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ ઈન્ડિયા-યુ.કે દ્વારા પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલના પટાંગણમાં બુધવારના રોજ બિન નિવાસી ભારતીયો સન્માન સમારોહ યોજાયો હતો. સમારોહનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની કરાયો હતો. ત્યાર બાદ હોસ્પિટલના ચેરપર્સન ઇશાકભાઈ જર્મને આમંત્રિત અતિથિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલના વહીવટનો સુંદર ચિતાર આપી હાજર જનોને રસપ્રદ માહિતી પુરી પાડી હતી, આ પ્રસંગે એન.આર.આઈ ભાઈઓના ઈશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વલણ હોસ્પિટલને આઈ.સી.યુ સુવિધાથી સજ્જ લાખો રૂપિયાની એમ્બ્યુલન્સ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી. મૌલાના હકીમ સાહેબ દ્વારા હાજર જનોને સમાજ સેવા દ્વારા લોકો અને સમાજને મદદરૂપ બનવા હાકલ કરવામાં આવી હતી. માનવતાની સેવા કરી પોતાના પરલોકનું ભાથું બાંધવા પણ તેઓએ અપીલ કરી હતી ઉપરાંત વલણ હોસ્પિટલની હોસ્પિટલ વધુ પ્રગતિ કરે એ માટે તેઓએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ વિદેશથી પધારેલા દાનવીરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં સેવા આપતા ડો.વિનય જૈને હોસ્પિટલની સેવાઓ વિશે હાજર જનોને સંપૂર્ણ માહિતી વિસ્તૃત છણાવટ સાથે પૂરી પાડી હતી. હોસ્પિટલમાં જે વસ્તુઓનો ઉણપો છે એ વિશે પણ તેઓએ સુચન કર્યું હતું. તાજેતરમાં વલણમાં ડેન્ગ્યુના જે ૧૦૦ જેટલા કેસોમાં જે સારવાર આપી હતી એ વિશે પણ એન.આર.આઈ ભાઈઓને માહિતી આપવામાં આવી હતી. ડો.અજયસિંહ વાલાએ પણ હોસ્પિટલની સેવાઓ વિશે હાજર જનોને રસપ્રદ માહિતી પૂરી પાડી હતી.ઉપરાંત સી.એ.પટેલ હોસ્પિટલ ચેરીટેબલ ટ્રસ્ટ ફળીયાના સંચાલક જીતેન્દ્ર પટેલે હાજર જનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જે હોસ્પિટલ બની છે તેમાં હવા, દવા અને દુઆનો સમન્વય છે તે જ ખૂબ મોટી વાત છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગરીબોને સસ્તા દરે દવાઓનું વિતરણ કરી સેવા કરવા તેઓએ અપીલ કરી હતી નાના નાના દાનવીરો પાસેથી નાનું દાન લઇ ગરીબોની સારવાર માટે અર્પણ કરવા અપીલ કરી હતી. હોસ્પિટલ વિશે બોલતા તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલ આગળ જતાં આટલી પ્રગતિ કરશે તે વિચાર્યું પણ નહોતું આજે હોસ્પિટલ પ્રગતિના સોપાનો સર કરી રહી છે એ ગર્વની વાત છે એમ તેઓએ જણાવ્યું હતું. મહિલાઓની પ્રસૂતિ માટે લેડી ગાયનેકની સેવા માટે પણ તેઓએ સૂચન કર્યું હતું. સંબોધનના અંતે તેઓએ હાજર જનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પાલેજ ચિસ્તીયા નગર સ્થિત સજ્જાદાનશીન સૈયદ મોઇનુદ્દીન પીરઝાદા સાહેબ તેમજ વિદેશથી પધારેલા બિનનિવાસી ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ આદમભાઈ મુસા સેક્રેટરીના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં વલણ હોસ્પિટલના અધ્યક્ષ અબ્દુલભાઇ મટક, સેક્રેટરી ઇકબાલભાઇ, વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુબારક ભાઈ પટેલ તેમજ હોસ્પિટલના સદસ્યો હાજર રહ્યા હતા.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

ઝંખાવવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઉમરપાડા પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat

પાનોલીની આર.એસ.પી.એલ. કંપનીમાં ગેસ લીકેજથી ૩ કામદારોના મૌત……

ProudOfGujarat

અભિનેતા રણવીર શૌરી નિર્માતા અનિલ સિંઘની આગામી ફિલ્મ મિડડે મીલમાં વિલન લાગે છે – સત્તાવાર પોસ્ટર રિલીઝ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!