Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ : બ્લુમૂન ઇન્ટરનેશનલ સ્કુલમાં વાર્ષિક મહોત્સવની રંગારંગા ઉજવણી કરાઇ.

Share

વલણ માર્ગ પર આવેલી બ્લુમૂન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવની ગતરાત્રીના ઝાકમઝોળ રોશની વચ્ચે રંગારંગ ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમના પ્રારંભે સ્કૂલના છાત્રો દ્વારા પ્રાર્થના રજુ કરી હતી. ત્યારબાદ અતિથિઓનું મોમેન્ટો તથા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ કરજણ – શિનોરના યુવા ધારાસભ્ય અક્ષય પટેલે પોતાના મત વિસ્તારમાં કાર્યરત બ્લુમૂન ઇન્ટરનેશનલ સ્કૂલનો રસપ્રદ ચિતાર આપી કરજણ તાલુકાના નાનકડા માંકણ ગામમાં બાળકો માટે કાર્યરત ઇંગ્લિશ સ્કૂલની કાર્યશૈલીને બિરદાવી પોતાના તરફથી સંપૂર્ણ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી. ત્યારબાદ બ્લૂમૂનના ચેરપર્સન ઇદ્રીસભાઇ મેમણે ચાર વર્ષમાં સ્કૂલે જે પ્રગતિ કરી તેનો સંપૂર્ણ રસપ્રદ ચિતાર હાજર જનોને આપી સ્કૂલમાં અભ્યાસાર્થે આવતા છાત્રોને ગુણવત્તાસભર શિક્ષણ પ્રદાન કરવા ખાત્રી આપી હતી. આગામી વર્ષથી ગુજરાતી માધ્યમની શિક્ષણ શાળા શરૂ કરવા વિશેની પણ જાણકારી આપી હતી.સ્કૂલના આચાર્ય ડો.ઉમા સિંગે વર્ષ દરમિયાન સ્કૂલમાં છાત્રોને અપાઇ રહેલા શિક્ષણ વિશે હાજર જનોને રસપ્રદ માહિતી પુરી પાડી હતી. સ્કૂલના છાત્રોએ વિવિધ વેશભૂષા પરિધાન કરી સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી હાજર જનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

દેશના વડાપ્રધાન દ્વારા ચાલી રહેલા પ્લાસ્ટિક મુક્ત અભિયાનને છાત્રોએ નાટકરૂપે રજુ કરી હાજરજનોને આકર્ષિત કર્યા હતા. છાત્રો દ્વારા શિક્ષણ પર ભાર મુકી બાળકોને સુશિક્ષિત બનાવવા માટે પણ નાટક રજુ કરી હાજર જનોને શિક્ષણ બાબતે જાગૃતિ કેળવવા હાકલ કરી હતી. પાણી બચાવો જીવન બચાવો નાટક રજૂ કરી સૌને જ્ઞાન સાથે રમત અને પાણીનું મહત્વ સમજાવ્યું હતું.ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શાળાના છાત્રોને સ્કૂલના સંચાલકો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી ટ્રોફીઓ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

અંતમાં રાષ્ટ્રગીત સાથે વાર્ષિક મહોત્સવનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે અમદાવાદના ડો.સીમા સિંઘ,વડોદરા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભાસ્કર ભટ્ટ, વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ પાલેજ, કોલિયાદ, સાંસરોદ, ટંકારીયા, માંચ, માતર ગામના સરપંચો, વલણ તથા ઇખર ગામના ઉપસરપંચ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્કૂલમાં અભ્યાસાર્થે આવતા છાત્રોના માતા – પિતાઓ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામમાં નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઇ.

ProudOfGujarat

લીંબડી કોંગ્રેસે ન.પા ના પ્રમુખે વધારેલ ભાવ બાબતે ડેપ્યુટી કલેક્ટર અને ચિફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

ભરૂચના કરગટ ગામની સીમમાં કંપનીનો સામાન સાચવવા રાખેલ સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલા બાદ લાખોના સામાનની થઈ લૂંટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!