Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ જી.ઇ.બી દ્વારા લાઇન મેનોને લાઇનનું કામ છોડી ૫૦૦-૭૦૦ ના બીલો ઉઘરાવવાનું કામ સોંપાયું.છાસવારે લાઈટો જવાના બનાવો છતાં જી.ઇ.બી એ લાઇન મેનોને અવડા રવાડે ચડાવ્યા…

Share

પાલેજ તા.૨૮/03/2019

પાલેજ જી.ઇ.બી દ્વાર માર્ચ એન્ડિંગ ના બહાને વારંવાર ગ્રાહકો ને માનસિક ત્રાસ આપવા પાલેજ ૬૬ કે.વી ના લાઇન મેનો ને રેહરણાંક વિસ્તાર ના ૫૦૦-૭૦૦ ના બાકી બીલો ની પઠાણી ઉઘરાણી ઉપર મુકલવાની બૂમો ઉઠવા પામી છે.એવામાં પાલેજ જી.આઈ.ડી.સી ના લાખો ની રકમ ના બાકી બીલો ઉઘરાવવા જી.ઇ.બી ને કેમ આળસ આવી રહી છે જે ચર્ચા નો વિષય બનવા પામ્યો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ નગર ના ૬૬ કે.વી ના કાર્યાલય દ્વારા માર્ચ એન્ડિંગ હોવાથી એક રૂપિયો પણ બાકી નહીં ચાલે માટે અહીં ના લાઇન મેનો ને લાઇન ના કામ પડતા મૂકી પઠાણી ઉઘરાણી નું કામ સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, છેલ્લા ૩ મહિના માં ૨ બીલો ઉપરા-છાપરી ગ્રાહકો ને પધરાવવામાં આવતા કેટલાક ગ્રાહકો ના ૨૦૦-૫૦૦ થી માંડી ૧૦૦૦ રૂપિયા સુધી ના બાકી પડવા પામ્યા છે જેથી હવે પોતાની ભૂલો સુધારવા પાલેજ જી.ઇ.બી ૬૬ કે.વી દ્વારા ગ્રાહકો ઉપર ગેરકાયદેસર દબાળ ઉભું કરવા વારંવાર ગ્રાહકો ને મોબાઇલ ઉપર ફોન કરી પજવણી કરવામાં આવી રહી છે. એક ગ્રાહક દ્વારા બિલ ની રકમ કરતા થોડી ઓછી રકમ ઓનલાઇન ભરી હોવા છતાં વારંવાર મોબાઇલ ઉપર ફોન કરી ઉઘરાણી ના બહાને હેરાન કરવામાં આવતા ગ્રાહક તેમજ લાઇન મેનો વચ્ચે ચકમક ઝરી હતી.

પાલેજ નગર માં વારંવાર લાઈટો ગુલ થઈ જવાના બનાવો બનવા પામે છે છતાં આ લાઇન મેનો ને ત્યાં લાઇનો વ્યવસ્થિત કરવા કરતાં રેહરણાંક વિસ્તાર ના ૫૦૦-૭૦૦ ના બીલો ની ઉઘરાણી કરવાની જવાબદારી કોના કહેવાથી આપવામાં આવી હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે વળી પાલેજ જી.આઈ.ડી.સી વિસ્તાર ના ૧૫ લાખ ઉપરાંત ની રકમ બાકી હોવાનું સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે એવામાં આ રકમ ની ઉઘરાણી કોણ કરશે? શુ એમને બાકી રકમ અંગે વારંવાર ફોન કરવામાં આવે છે? પાલેજ ૬૬ કે.વી દ્વારા આવા લોકો વિરુદ્ધ શુ કાર્યવાહી કરવામાં આવી છે? જો રેહરણાંક વિસ્તાર ના એક મહિના અગાઉના ૫૦૦ થી ૭૦૦ ના બાકી બિલ ના ઉઘરાણા માટે લાઇન મેનો ચપ્પલ ઘસી રહ્યા છે તેમજ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી રહ્યા છે તો વર્ષો જુના લાખો ના બાકી બીલો માટે કેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે?

સૂત્રો નું માનવામાં આવે તો અહીં ના લાઇન મેનો પોતાની મરજી થી બીલો ઉઘરાવવા નિકરી પડતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે એવામાં અધિકારી શુ પગલાં લેશે એ જોવાનું રહ્યું.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

વડોદરામાં મુથુટ ફાયનાન્સમાં લૂંટનો પ્રયાસ, તમંચાની અણીએ આપી સૌને ધમકી

ProudOfGujarat

PM Modi આવતીકાલે એક્વાટિક્સ, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું કરશે ઉદઘાટન

ProudOfGujarat

નર્મદા નદીમાં આવેલ પૂર બાદ સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ સહાય મામલે ભરૂચ જિલ્લા ખેડૂતોમાં રોષ, સહાય અપૂરતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!