Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજની બેંકો ઓફ બરોડાનો વહીવટ સ્ટાફનાં અભાવે કથળી જતાં રોજિંદા ગ્રાહકો પરેશાન

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

પાલેજ તાલુકા મથક સમાન વેપારી સેન્ટર હોય અહીં રાષ્ટ્રીય કૃત તેમજ અન્ય જાણીતી મોટી બેકો ની શાખા ઓ આવેલી છે.જેમાં સૌ પ્રથમ ગણાતી પાલેજ ની બેક ઓફ બરોડા માં હાલમાં સ્ટાફ નો ખુબજ અભાવ વર્તાય રહ્યો છે.જેનાં કારણે રોજિંદા સખ્યાંબંધ ગ્રાહકો અહીં વારંવાર નજીવા નાણાં ની લેણદેણ થી માંડી લોન નવાં ખાતાં ખોલવા થી માંડી એફડી નાં કામો માં વિલંબ થતાં ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે.અહીં વીસ થી વધું ગામો ઉપરાંત પાલેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયા વેપારી મથક નાં કરન્ટ એકાઉન્ટ તેમજ સેવિંગ્સ ખાતાં ઓ એફડી બેક લોનો નાં કામો વગેરે માટે રોજિંદી ગ્રાહકો ની અહીં ભારે ભીડ જામી જાય છે.મુખ્ય બેક મેનેજર ની પોસ્ટ બે માસ થયાં ખાલી પડી છે.કાર્યકારી મેનેજર કામગીરી બજાવે છે.જે સ્ટાફ અત્યારે કામગીરી બજાવે છે એ ગ્રાહકો ને સતોષકારક કહી શકાય એમ છે પરંતુ ગ્રાહકો નાં પ્રમાણ માં સ્ટાફ ની સખ્યાં ઓછી હોય સ્ટાફ સતત કામો નાં બોજા હેઠળ રહે છે.અહીં પેન્શનરો સીનયર સિટીઝન કરન્ટ અને સેવિંગ્સ ગ્રાહકો અન્ય બેકો નાં કામો મળી દિવસ દરમ્યાન બેંક માં ગ્રાહકો નો જમેલો સ્ટાફ નાં માથા ની ઉપર જ જોવા મળે છેજેથી બેંક માં અરાજકતા જેવી સ્થિતિ ક્યારેક સર્જાય છે..જે બેંક માટે બરાબર નાં કહેવાય એવું પણ જાણવા મળ્યું છે કે આ બાબતે ઉચ્ચ કક્ષા એ પણ બેકના રિજ્યોનાલ ને રજુઆત ગ્રાહકો દ્વારા કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કડોદરા ગામથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

વડોદરા મીરા મર્ડર કેસનો ભેદ ઉકેલતી નર્મદા પોલીસ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર ઉભા કરાયેલા રેતીના ઢગલાઓમાં નિયમ જળવાય છે ખરા?

ProudOfGujarat

1 comment

Maqsud patel September 7, 2019 at 9:30 am

Thank you for raising this issue to regional level as higher authorities are tend to take 2 or 3 men’s work from single employee to reduce overall cost of bank which is bitter truth in BANK OF BARODA.

Reply

Leave a Comment

error: Content is protected !!