Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શહેરાના પ્રાન્ત ઓફીસરની ટીમનો સપાટો

Share

ગેરકાયદેસર લાકડાનો જથ્થો લઇ જતા બે વાહનો ઝડપી પાડ્યા.

વિજયસિંહ સોલંકી

Advertisement

શહેરા,

પંચમહાલ જીલ્લાના  શહેરા તાલુકામા ગેરકાયદેસર રીતે પરવાનગી વગર લાકડાની હેરાફેરી કરનારાઓ ઉપર શહેરા  પ્રાન્ત અધિકારી દ્વારા સપાટો બોલાવતા લાકડાની  હેરાફેરી કરનારાઓમા ભારે ફફડાટ  વ્યાપી જવા પામ્યો હતો.  શહેરાના  પ્રાન્ત અધિકારી અને સ્ટાફે બાતમીના આધારે કાકણપુર અમદાવાદ રોડ પરના એકસ્ટેન્ડ પાસેથી   લાકડા ભરેલો  એક ટ્રક તેમજ ટેમ્પો પકડી પાડી  ૧.૫૦ લાખ રુપિયાનો મુદામાલ જપ્ત કરી તેના ચાલકો  વિરુધ્ધ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા  પામી છે. વનવિભાગ દ્વારા કડક પ્રેટોલિંગ કરવામા ન આવતુ રહ્યુ હોવાની ચર્ચાઓ પણ લોકમુખે થવા પામી છે.તેના કારણે લાકડાચોરો બેફામ બન્યા છે. અને વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામા આવી રહ્યું છે તેના  પર્યાવરણ પ્રેમીઓમા પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના  સુરેલી ગામે આવેલી સર્વે નંબર  વાળી જમીન માથી પંચરવ લાકડા કાપીને  કાકણપુર તરફ બે વાહનોમાં  લઈ જવાઈ રહ્યા  હતા તે  સમયે શહેરાના  પ્રાન્ત અધિકારી ડી.એમ.દેસાઈ દ્વારા  બાતમીના આધારે આ બે વાહનોનો જેમા એક ટ્રક  જેનો  નંબર ( જીજે.૭ વાય ૬૭૪૫)તેમજ એક ટેમ્પો   જેનો નંબર ( જીજે૧૭ એકસ ૮૫૯૪)પીછોકરવામા આવ્યોહતો. અને આ વાહનો અમદાવાદ હાઈવે પાસેના એક સ્ટેન્ડપાસે ઉભા રહ્યા  હતા અને ચાલકો પાસે લાકડા અંગેની પાસ પરમિટ માગતા વાહનોના ચાલકો કોઈ યોગ્ય જવાબ  ના આપી શક્તા વાહનોને મોડી રાતે  શહેરા વનવિભાગની કચેરી ખાતે લાવામા આવ્યા હતા .જેમા લાકડાની કિમંત ૧.૫૦ લાખ જેવી થવા જાય હોવાનુ  જાણવા મળેલ છે. આમ  પ્રાન્ત અધિકારી દ્વારા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરનારા ઉપર  સપાટો બોલાવામા આવતા લાકડાચોરોમા ફફડાટ  મચી જવા પામ્યો છે. ત્યારેએક બાજુ શહેરાના પ્રાન્ત અધિકારી દ્વારા પંચરવ લાકડા ભરેલી ટ્રક  પકડી પાડતા જેમની ખાસ જવાબદારી છે તેવા વન વિભાગના પ્રેટોલિંગની સામે પણ સવાલો  ઉભા  થવા પામ્યા છે. શહેરા તાલુકા પંથકમા આવેલા ગ્રામ્ય વિસ્તારોમાથી અવારનવાર ગેરકાયદેસર રીતે તેમજ  પરવાનગી વગર  લાકડાઓની હેરાફેરી થતી હોવાની વ્યાપક બુમો પણ ઉઠવા પામી છે.


Share

Related posts

વડોદરાના કપુરાઈ ગામમાં પૂરતા પ્રેશરથી પાણી ના આવતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારતા રહેવાસીઓ.

ProudOfGujarat

લીંબડી તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોનાં મામલે ડેપ્યુટી કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

કેવડીયાની આજુબાજુનાં ગામડામાં કોઇનાં ઘર નિગમ દ્વારા ખાલી કરાવાયા નથી માત્ર નિગમની માલિકીની ખુલ્લી જમીન પર ફેન્સીંગ કરાયુ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!