Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં હાલોલ નગરપાલિકાનાં તીર્થવિલા કન્ટેઇનમેન્ટ વિસ્તારને ક્લસ્ટરમુક્ત કરાયો.

Share

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી આજે વધુ ૧ વિસ્તારને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. હાલોલ નગરપાલિકાના તીર્થવિલા વિસ્તારમાં ૦૯/૦૬/૨૦૨૦ના રોજ કોવિડ-૧૯ નાં નોંધાયેલ પોઝિટિવ કેસ બાદ છેલ્લા ૨૮ દિવસના સમયગાળા દરમિયાન કોઈ નવો કેસ ન આવવાની બાબતને ધ્યાનમાં લઈને કોરોના પ્રભાવિત વિસ્તારની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારના ૦૮ ઘરના ૧૮ વ્યક્તિઓને કોરોના સામે બચાવ પ્રક્રિયાના ભાગરૂપે ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ મળી આવવાના પરિણામે અત્યાર સુધી કુલ ૧૩૦ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી અત્યારની સ્થિતિએ કુલ ૫૦ વિસ્તારોને છેલ્લા ૨૮ દિવસોથી કોઈ પોઝિટીવ કેસ ન મળી આવવાના પરિણામે ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. બાકી રહેલા ૭૦ વિસ્તારો હજી ક્લસ્ટર ક્વોરેન્ટાઈન છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સરાર ગામની એક સ્કૂલ માં તાળાબંધી…

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૧ માં ખાલી પડેલ બેઠક ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ના ઉમેદવાર વિજય થતા હર્ષોઉલ્લાસનો માહોલ કોંગી કાર્યકરોમાં છવાયો હતો….

ProudOfGujarat

ગુજરાતની તમામ નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ પર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!