Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં મોબાઈલ ફોન/ સીમ કાર્ડની લે-વેચ કરનાર દુકાનદારો માટે રજિસ્ટરની નિભાવણી ફરજિયાત કરતું જાહેરનામું.

Share

પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એલ.બી.બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ જિલ્લામાં મોબાઈલ ફોન અને સીમકાર્ડની લે-વેચ કરતા વેપારીઓ માટે ખરીદ-વેચાણ સંદર્ભે રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર મોબાઈલની લે-વેચ વખતે મોબાઈલ ફોનની વિગત/કંપની, આઈ.એમ.ઈ.આઈ. નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારના નામ-સરનામા અને આઈ.ડી. પ્રૂફ સહિતની વિગતો ધરાવતા રજિસ્ટર તેમજ નવું સીમકાર્ડ વેચતી વખતે સીમકાર્ડની વિગત/કંપનીનું નામ, સીમકાર્ડ નંબર, સીમકાર્ડ ખરીદનારના નામ-સરનામા અને આઈ.ડી પ્રૂફ તેમજ સીમકાર્ડ ખરીદનારની સહી સહિતની વિગતો ધરાવતા રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવાની રહેશે. આ હુકમનો અમલ હુકમની તારીખથી બે માસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમના ભાતીગળ મેળાનો આજથી પ્રારંભ.

ProudOfGujarat

મહારાષ્ટ્ર : અજિત પવારે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધનના નામની કરી જાહેરાત

ProudOfGujarat

5 શંકાસ્પદ મોબાઈલ સાથે ૨ વ્યક્તિની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!