Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત વધુ ૩૯ બાળકોની અરજી મંજૂર

Share

જિલ્લામાં યોજનાના કુલ લાભાર્થીઓ ૯૫૭ થયા, માસિક રૂ.૩,૦૦૦/-ની સહાય મેળવશે

૪૮ બાળકોને શિષ્યવૃતિ સહાય અને ૧ ફોસ્ટર કેર અંતર્ગત અરજીને પણ મંજૂરી અપાઈ
પંચમહાલ જિલ્લામાં પાલક માતા-પિતા યોજના હેઠળ વધુ ૩૯ બાળકોને માસિક રૂ. ૩,૦૦૦/-ની અને શેરો પોઝિટીવ ઈલનેસ અંતર્ગત ૪૮ બાળકોની શિષ્યવૃતિ સહાયને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોસ્ટર કેર યોજના અંતર્ગત એક અરજી મંજૂર થઈ છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રૂવલ સમિતીની બેઠકમાં સપ્ટેમ્બર-૨૦૨૦માં કુલ ૩૯ અનાથ અને નિરાધાર બાળકોની રૂ. ૩,૦૦૦/-ની માસિક સહાય મંજૂર કરવામાં આવી હતી. હાલમાં કુલ ૯૫૭ અનાથ બાળકો પાલક માતા-પિતા યોજનાનો લાભ લઈ રહ્યા છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૦ થી ૧૮ વર્ષના અનાથ બાળકોના અભ્યાસ અને સંતુલિત વિકાસ કરવાના હેતુથી પાલક માતા-પિતા યોજના હેઠળ માસિક રૂ.૩,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં પાલક માતા પિતાની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/-થી વધુ હોવી જરૂરી છે.
બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૪૮ બાળકોને શિષ્યવૃતિ સહાય પણ મંજૂર કરવામાં આવી હતી. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની શેરો પોઝિટીવ ઈલનેસ યોજના અંતર્ગત અસરગ્રસ્ત માતા-પિતાના બાળકોને અભ્યાસ મુજબ શિષ્યવૃતિનો લાભ આપવાની જોગવાઈ છે. વધુમાં ફોસ્ટર કેર યોજના અંતર્ગત ૧ અરજીને મંજૂરી આપવામાં આવી હતી. ફોસ્ટર કેર યોજના બાળ સંભાળ ગૃહમાં રહેતા ૬ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને પારિવારિક ઉછેર મળી શકે તે માટેની યોજના છે.

Advertisement

રાજુ સોલંકી:- પંચમહાલ


Share

Related posts

અમદાવાદ-નારાણપુરામા પોલીસની કિશોર કોલોનીમાં ચાલતા કુટણખાના પર રેડ..૩ ની ધરપકડ…

ProudOfGujarat

ભરૂચ : આ ટ્રાફિકજામમાંથી કયારે મુક્તિ મળશે, ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનાં કારણે અનેક વાહનો અટવાયા.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કારનો અકસ્માત સર્જાતા 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!